વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તથા વાહનોની બે માસ સુધી પ્રવેશબંધી

- text


૧લી ઓક્ટોબરથી ૩૦મી નવેમ્બ૨ સુધી પ્રવેશબંધીનો આદેશ

મોરબી : રાજકોટ પોલીસ કમિશ્નર રાજકોટ શહેરના તેઓના યુનિટના આર્મ્ડ/અન-આર્મ્ડ પોલીસ અધિકારી/કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ માટે મોરબી જિલ્લાના વાંકાનેર ફાયરીંગ બટ ખાતે તા.૦૧/૧૦/૨૦૨૧ થી તા.૩૦/૧૧/૨૦૨૧ ના રોજ જાહેર જનતાની જાનમાલની સલામતી માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) થી મળેલ અધિકારીની રૂએ એન.કે. મુછાર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબીના આદેશથી મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ, સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૦૧/૧૦/૨૦૨૧ અને તા.૩૦/૧૧/૨૦૨૧ ના રોજ જાહેર જનતાને પ્રવેશવું નહિં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.

- text

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીની યાદીમાં જણાવેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text