મોરબીમાં આયોજિત સ્કેટિંગ સ્પર્ધામાં ઉમા સ્કુલનો વિદ્યાર્થી વિજેતા બન્યો

- text


મોરબી : મોરબીમાં A1 સપાર્ટ્સ એકેડેમી આયોજિત સ્કેટિંગ સ્પર્ધામાં ઉમા વિદ્યા સંકુલનો વિદ્યાર્થી પ્રથમ ક્રમાંક મેળવી વિજેતા જાહેર થયો હતો.

મોરબીમાં A1 સપાર્ટ્સ એકેડેમી દ્વારા આયોજિત સ્કેટિંગ સ્પર્ધામાં 1 કલાક સ્કેટિંગ અને રેસ સ્કેટિંગમાં મોરબી જિલ્લાના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં તમામ સ્પર્ધકને પાછળ રાખી ઉમા વિદ્યા સંકુલના વિદ્યાર્થી ચાવડા સમીર અશોકભાઈએ બંને સ્કેટિંગ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઉમા વિદ્યા સંકુલનું અને તેમના માતા-પિતાનું નામ રોશન કરેલ છે. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ સંચાલક હિતેષભાઈ સોરીયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text