અમદાવાદમાં થયેલ બાઈક ચોરીનો આરોપી પકડી પાડતી ટંકારા પોલીસ

- text


ટંકારા : ટંકારા પોલીસ દ્વારા ઇ ગુજકોપ પોકેટ કોપ મોબાઇલની મદદથી ચાંદખેડા પોલીસ સ્ટેશન (અમદાવાદ શહેર)નો બાઈક ચોરીનો વણશોધાયેલ ગુન્હોનો આરોપી શોધી કાઢવામાં આવ્યો છે.

ગઇકાલે ટંકારા પોલીસ સ્ટેશનના સ્ટાફ પોલીસ સ્ટેશન સામે આવેલ KGN પાન પાસે ઉભેલ હોય, તે દરમિયાન એક નંબર પ્લેટ વગરના બજાજ કંપનીના પલ્સર મોટર સાયકલના ચાલક ભુરસીંગભાઇ ભાવસીંગભાઇ ખરાડી (રહે. હાલ પાંચવડા, તા.જસદણ, જી.રાજકોટ, મુળ રહે.સનોળ ગામ, તા.રણાપુર, જી.જાંબવા (મધ્યપ્રદેશ)) શંકાસ્પદ રીતે ત્યાં આવ્યા હતા. પોલીસે તેના પાસેના પલ્સરના આર.ટી.ઓ.ને લગતા કાગળૉ માગતા નહી હોવાનું જણાવ્યું હતું.

- text

આથી, પોલીસે બાઈકના ચેસીસ નંબર ચેસીસ નંબર ઇ ગુજકોપ પોકેટકોપ મોબાઇલ એપમાં સર્ચ કરતા તેના રજીસ્ટ્રેશન નંબર GJ01VH4734 ના હોય, જેના માલીકનો ટેલીફોનીક સંપર્ક કરતા બાઈક ગત તા. 06/03/2021 ના રોજ થયેલ ઘરફોડ ચોરીમાં ગયેલ અને જે બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલનું જણાવ્યું હતું. આથી, પોલીસે ચાંદખેડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હોય. પોલીસે ચોરાયેલ બાઈક કિ.રૂ. 60000 કબ્જે કરી ચાંદખેડા પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢી આરોપી અને મુદામાલ બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text