મોરબીમાં વધુ એક ઘડિયા લગ્ન લેવાયા

- text


સમાજને પ્રેરણાદાયી સંદેશ આપતો ધોરીયાણી અને જીવાણી પરિવાર

મોરબી : આજના આધુનિક યુગમાં લગ્નની ઝાકમઝોળ પાછળ થતા ખર્ચ ઘટાડી સાદગીપૂર્ણ રીતે લગ્ન સમારોહ યોજવાની મોરબી જિલ્લામાં પાટીદાર સમાજ દ્વારા પહેલ કરવામાં આવી છે ત્યારે આવો જ વધુ એક સાદગીપૂર્ણ ઘડિયા લગ્ન સમારોહ મોરબી નજીકના ઘુંટુ ગામે યોજાયો હતો.

મોરબી તાલુકાના ઘુંટુ ગામે હરી ઓમ પાર્ક ખાતે આજે ઘડિયા લગ્ન લેવામાં આવ્યા હતા. આ પ્રકારના લગ્ન કરવાનો ધોરિયાણી અને જીવાણી પરિવારે નિર્ણય લઈને સમગ્ર સમાજને પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે. જેમાં ઘુંટુ નિવાસી હસમુખભાઈ જસમતભાઈ ધોરિયણીના સુપુત્ર અમિતના શુભ લગ્ન હરિ ઓમ પાકૅ નિવાસી મૂળ ગામ નેસડા (સુ.મુ)ના જીવાણી અશોકભાઈ ભીખાભાઈની સુપુત્રી ગીરજાબેન સાથે નિર્ધારિત કરવામાં આવ્યા હતા.

- text

બાદમાં બન્ને પરિવારે સમય અને નાણાના વ્યયને બચાવવા ઘડિયા લગ્નનો નિર્ણય લીધો હતો.જેને મોરબીના પાટીદાર સમાજે હર્ષભેર વધાવી નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text