મોરબી – રાજકોટ હાઇવેના કોન્ટ્રાક્ટરની બેદરકારીને પાપે દંપતિ ખંડિત

- text


ભક્તિનગર નજીક જીવલેણ ખાડામાં બાઈકમાંથી પડેલા પરિણીતા ઉપર કન્ટેનર ફરી વળ્યું

મોરબી : મોરબી-રાજકોટ હાઇવેના કોન્ટ્રાક્ટરની બેદરકારીના પાપે નવા નકોર હાઇવે ઉપર થિંગડાના થર જામ્યા છે અને ભક્તિનગર નજીક બની રહેલા ઓવરબ્રિજના કામમાં યોગ્ય ડાયવર્ઝન ન કઢાતા અહીં પડેલા જીવલેણ ખાડામાં બાઈક ઉપરથી પડી ગયેલા પરિણીતા પડી જતા પાછળ આવતું તોતિંગ કન્ટેનર ફરી વળતા પતિની નજર સામે જ પત્નીનું મૃત્યુ નિપજતા દંપતિ ખંડિત થયું છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ત્રાજપર, ઉમિયાનગર ખાતે રહેતા સવજીભાઇ ખીમજીભાઇ મુછડીયા અને તેમના પત્ની નીતાબેન શનાળા ગામ તરફથી પોતાના મોટરસાયકલ ઉપર આવી રહ્યા હતા ત્યારે ભક્તિનગર ઓવરબ્રિજ પાસે રસ્તામાં અચાનક ખાડો આવતા પાછળ બેઠેલા નીતાબેન બાઈક ઉપરથી નીચે પડી ગયા હતા.

બરાબર આજ સમયે પાછળથી આવી રહેલ એક અજાણ્યા ટ્રક કન્ટેનર નંબર જીજે૧૨ની સીરીઝ વાળોનો ચાલકે પુર ઝડપે અને બેફિકેરાઈથી માણસોની જીંદગી જોખમાય તે રીતે ટ્રક ચલાવી નિતાબેનને હડફેટે લઈ કમરથી નીચેના ભાગથી જમણા પગની પેની સુધી ટ્રક કન્ટેનરના પાછળના જોટામા લઈ લેતા જતા જમણા પગે તથા ડાબા પગે પીંડી પાસે ફેકચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી અને નિતાબેનનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- text

આ અકસ્માત સર્જી ટ્રક કન્ટેનરચાલક નાસી છટયો હતો. અકસ્માતના બનાવ અંગે સવજીભાઈની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ એમ.વી. એકટ ૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હકીકત એ બનાવ મોરબી-રાજકોટ હાઇવેના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના પાપે સર્જાયો છે કારણ કે અહીં નિયમ મુજબ ડાયવર્ઝન ન કાઢવામાં આવતા અનેક લોકોના હાથ પગ ભાંગી રહ્યા છે ત્યારે ગઈકાલે હદ વટાવી જીવલેણ અકસ્માત સર્જાતા દંપતિ ખંડિત થયું છે. જેથી, પોલીસે કોન્ટ્રાકટર વિરુદ્ધ પણ પગલાં લેવા જોઈએ.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text