મોરબીમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો : 50 હજારનો હાથફેરો

- text


તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ ગયા

મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ યમુનાનગરમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ચોરીના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર વિશિપરાના છેવાડે આવેલ યમુનાનગર સોસાયટીમાં બે દિવસ બંધ પડેલા વ્રુતિબેન મુકેશભાઇ વિઠલાણી મકાનને નિશાન બનાવી તસ્કરો મકાનના દરવાજાનો નકુચો અને તાળુ તોડી મકાનમા પ્રવેશ કરી બેડ રૂમમા લાકડાના કબાટમા તીજોરી તોડી તેમા રાખેલ સોનાનો ચેન નં-૧ અંદાજીત ૧૦ ગ્રામ કિ.રૂ.૩૦૦૦૦, સોનાની કાનની બુટી નં‌-૨ અંદાજીત ગ્રામ ૦૫ કિંરૂ. ૧૫,૦૦૦ તથા કબાટમા રાખેલ રોકડા રૂપીયા ૫૦૦૦ની એમ કુલ કિંરૂ. ૫૦,૦૦૦ની મતાની ચોરી કરી ગયા હતા.

- text

ચોરીની આ ઘટના અંગે મકાન માલિક વ્રુતિબેન મુકેશભાઇ વિઠલાણીએ સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૪૫૪,૪૫૭,૩૮૦, મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text