ટંકારા નજીક ટ્રકે ઠોકર મારતા બે ગાયના મોત

- text


ટંકારા : ટંકારાના છતર નજીક હાઇવે ઉપર એક ટ્રકે ઠોકર મારતા બે ગૌમાતાનું મોત નીપજ્યું હતું. જો કે બાદમાં ટ્રક ચાલકને લોકોએ પોલીસને હવાલે કર્યો હતો.

મોરબી- રાજકોટ હાઇવે ઉપર મિતાણાથી આગળ છતર નજીક આજે સાંજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે 12 બીડબ્લ્યુ 8223 નંબરના ટ્રક ચાલકે બે ગાય માતાને હડફેટે લેતા ધટના સ્થળે મોત થયા હતા. આ ઘટના બાદ આસપાસના લોકોએ ટ્રક ચાલકને પકડી ટંકારા પોલીસને સોંપ્યો હતો. પોલીસે આ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text