હળવદના વાંકીયા ગામે જુગાર રમતા છ પકડાયા, રૂ. 2.70 લાખની રોકડ કબ્જે

- text


 

વાડીમાં ચાલતા જુગારધામ ઉપર મોરબી એલસીબીની કાર્યવાહી

 

મોરબી : મોરબી એલસીબીની ટીમે હળવદના વાંકીયા ગામે ચાલતા જુગારધામ ઉપર રેડ પાડી જુગારીઓમાં ધાક બેસાડી દીધી છે. ટીમે દરોડો પાડીને જુગાર રમતા છ શખ્સોને રૂ. 2.70 લાખની રોકડ સાથે પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર મોરબી એલસીબીએ હળવદના વાંકીયા ગામે મહેશભાઈ કરશનભાઈની રોટલીયુ તરીકે ઓળખાતી જગ્યામાં જુગાર રમતા મહેશભાઇ કરશનભાઇ ખાવડીયા, મનોજભાઇ હસમુખભાઇ મનીપરા, ભાવેશભાઇ ઉર્ફે જીગો ઉર્ફે ગોલ્ડન ભગવાનજીભાઈ મેરજા, બાબુલાલ પસોતમભાઇ ભાલોડીયા, દિનેશભાઇ દયાળજીભાઇ સેરસીયા, ચમનભાઇ ગંગારામભાઇ કારોલીયાને રોકડ રૂપીયા રૂ.2,70,500 સાથે પકડી પાડવામાં આવ્યા છે.

- text

આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એલ.સી.બી. મોરબીના HC દિલીપભાઇ ચૌધરી, ચંદુભાઇ કાણોતરા,
નિરવભાઇ મકવાણા, વિક્રમસિંહ બોરાણા, જયેશભાઇ વાઘેલા, ચન્દ્રકાંતભાઇ વામજા, દશરથસિંહ ચાવડા તથા PC દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, હરેશભાઇ સરવૈયા, રણવિરસિંહ
જાડેજા વિગેરે જોડાયેલ હતા.

- text