ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ : અહંતાસુર પર વિજય મેળવવા ગણપતિએ ધારણ કરેલો ધૂમ્રવર્ણ અવતાર

- text


મહાદેવ શિવ અને દેવી પાર્વતીના પુત્ર ગણોના અધિપતિ એવા શ્રીગણેશે દરેક યુગમાં અવતાર લીધા હોવાનું મનાય છે. તેમના આઠ અવતારો છે. વક્રતુંડ, એકદંત, મહોદર, ગજાનન, લંબોદર, વિકટ, વિધ્નરાજ અને ધૂમ્રવર્ણ. દરેક અવતાર આસુરી શક્તિને હરાવવા માટે ધારણ કરવામાં આવ્યા હતા. આપણે દરેક અવતારની કથા જાણી. આજે ગણેશ મહોત્સવના નવમા દિવસે માણીએ ધૂમ્રવર્ણ અવતારની રસપ્રદ કથા.

પ્રાચીન કાળમાં જ્યારે બ્રહ્માએ સૂર્યદેવને કર્મની અધ્યક્ષતા સોંપી ત્યારે સૂર્ય ભગવાનના મનમાં ઘમંડનો ઉદભવ થયો. અને તે જ ક્ષણે તેને છીંક આવી. જેમાંથી એક વિશાળકાય માણસનો જન્મ થયો. દૈત્ય ગુરુ શુક્રાચાર્યે તેને પોતાના શિષ્ય તરીકે જાહેર કર્યા અને તેમનું નામ અહંતાસુર રાખ્યું.

- text

અહંતાસુરે ભગવાન ગણેશના મંત્ર દ્વારા તેમની કઠોર તપસ્યા કરીને બ્રહ્માંડ પર વિજય મેળવવાનું વરદાન મેળવ્યું. પરિણામે તેણે ત્રણેય જગત પર વિજય મેળવ્યો. ચારે બાજુ અસુરોનો અત્યાચાર વધ્યો. જેના કારણે ત્રાસી ગયેલા દેવોએ ઉપવાસ કરીને શ્રીગણેશના ધુમ્ર અવતારની પૂજા કરી, તેનાથી પ્રસન્ન થઈને, ધૂમ્રવર્ણ દેવે અહંતાસુર સાથે યુધ્ધ કર્યું. યુદ્ધમાં પોતાના શસ્ત્રથી ધૂમ્રવર્ણ દેવે લગભગ આખી અસુર સેનાને મારી નાખી. અંતે અહંતાસુરે શરણાગતિ સ્વીકારી અને ગણપતિની ભક્તિ શરૂ કરી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text