શરીરની નસોમાં તાણથી છુટકારો મેળવવો છે? તો કરી જુઓ આ પ્રયોગ..

- text


નવશેકા પાણી, કપૂર અને લીંબુ વડે કરાતા ઉપાયથી થાય છે અનેક ફાયદા

શરીરમાં નસો જામ થઈ જતી હોય તો દિવસમાં એકવાર આ સરળ ઉપચાર કરવા જેવો છે. જેનાથી માથાથી પગ સુધીની તમામ નસો હળવી થવાનો અનુભવ થશે. શરીરની નસોમાંથી તાણનો છુટકારો મેળવવાનો સ્પષ્ટ અનુભવ થશે!

હાથ અને પગમાં કળતર તરત જ બંધ થઈ જાય છે. જો ઘૂંટણનો જૂનો દુખાવો અને કમર, ગરદન અથવા કરોડના હાડકા (કરોડરજ્જુ)માં નસ દબાયેલ હોય અથવા સખત હોય, તો તે સંપૂર્ણપણે સાજી થઈ જશે. જૂની એડીનો દુ:ખાવો પણ મટી જશે. પગની તિરાડ પડેલી ત્વચા અને મૃત ત્વચા દૂર થાય છે અને પગ નરમ બને છે. તો આ છે નસોની તાણ મુક્ત કરવાનો આયુર્વેદિક ઉપાય.

આ માટે બે વસ્તુઓની જરૂર પડે છે, કપૂર અને લીંબુ. દોઢથી બે લિટર નવશેકું પાણી લો. જેનું તાપમાન પગ સહન કરી શકે તેટલું ગરમ ​​હોવું જોઈએ. તેમાં એક લીંબુનો રસ નાખો. પછી કોઈપણ કપૂરની બે કે ત્રણ ગોળીઓને બારીક પીસીને પાવડર બનાવો. તે પાણીમાં મિક્સ કરો. પછી આ પાણીમાં પાંચથી દસ મિનિટ સુધી પગ બોળીને મૂકો.

જેનાથી પગમાં માથાથી પગ સુધી એક પ્રકારના પ્રવાહને અનુભવી શકાશે. આનું કારણ એ છે કે પગમાં 272 પ્રકારના પ્રેશર પોઈન્ટ છે, જે આપણા શરીરના તમામ ચેતાતંત્ર સાથે સંકળાયેલા છે. લીંબુ અને કપૂર સાથેનું નવશેકું પાણી આ 272 પ્રકારના પ્રેશર પોઈન્ટને બહાલ કરે છે અને તે શરીરની તમામ નસોને ફરીથી સક્રિય કરે છે.

- text

દિવસમાં સવારે અથવા સાંજે ગમે ત્યારે પાંચથી દસ મિનિટ માટે આ પ્રયોગ કરી શકાય છે. આનાથી પગમાં કળતર બંધ થાય છે. અને જો નસ દબાઈ ગઈ હોય અથવા કડક થઇ હોય તો તે પણ ખુલશે. અને માથાનો દુ:ખાવો પણ આ ઉપાયથી બંધ થાય છે. જો સ્નાયુઓ સખત હોય અથવા શરીર દુ:ખતું હોય તો અચૂક રાહત થાશે.

તેની કોઈ આડઅસર નથી અને તે સરળતાથી કરી શકાય છે. જો શંકા હોય તો નિષ્ણાતની સલાહ લઈ શકાય. આ ઉપાય પાંચ દિવસ સુધી કરવો. આ ઉપાય જોવામાં સાદો સરળ લાગે છે, પરંતુ પરિણામ ખૂબ જ સારું અને અસરકારક હોય છે!


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text