મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પીએમના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ

- text


મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને વધુ વૃક્ષો, વધુ વરસાદ અને રાષ્ટ્રના પર્યાવરણના જતનની ઉમદા ભાવના સાથે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા 4/5 ફૂટના વૃક્ષો પિંજરાથી રક્ષણ આપી અને સાર સંભાળની સંપૂર્ણ જવાબદારી સાથે 100 જેટલાં વૃક્ષોનું વૃક્ષરોપણ કરાયું હતું. લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ ટી. સી.ફૂલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ટ્રેઝરર નાનજીભાઈ મોરડીયા, લાયન્સ ક્લબ સૌરાષ્ટ્રના રીજીયન ચેરમેન પી.એમ.જે.એફ.રમેશભાઈ રૂપાલા અને સિટી ક્લબની સમગ્ર ટીમ તેમજ ગામના સરપંચ, ગામની વૃક્ષ પ્રેમી સમિતિની હાજરીમા કરવામાં આવ્યું હતું.

- text

આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન અશ્વિનભાઈ એલ. ઘોડાસરાએ વધુમાં જણાવેલ કે આ વર્ષે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા 2500થી 3000 વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવું તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text