હળવદ-મોરબી હાઇવે પર રિક્ષામાં 100 લી. દેશી દારૂની હેરાફેરી કરતા બે પકડાયા, બેનું નામ ખૂલ્યું

- text


મોરબી : હળવદ-મોરબી હાઇવે પર પોલીસ દ્વારા રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. અને આ કેસમાં બે શખ્સોનું નામ ખૂલ્યું છે.

મોરબી તાલુકાના ઘુંટુ ગામ પાસે હળવદ-મોરબી હાઇવે રોડ ઉપરથી ગઈકાલે કિશોરભાઇ લાભુભાઇ વાઘેલા (ઉ.વ. 28) અને મુકેશભાઇ કરશનભાઇ વરાણીયા (ઉ.વ. 36) ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર રમેશભાઇ પાસેથી દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી લીટર 100 (કિં.રૂ. 2000) વેચાણ કરવાના ઇરાદે હકાભાઇ જીવણભાઇ અદગામાને આપવા માટે સી.એન.જી. રિક્ષા નં. GJ-36-U-3413 માં જતાં હતાં. ત્યારે પોલીસે આરોપીઓ કિશોરભાઇ અને મુકેશભાઇ પકડી લીધા હતા. તેમજ પોલીસે રિક્ષા અને દારૂ મળી કુલ મુદ્દામાલ રૂ. 62,000નો જપ્ત કર્યો હતો. અને અન્ય બે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text