ટંકારાના ગણેશપર અને હળવદના સુંદરી ભવાની ગામે આકાશી વીજળી ત્રાટકી

- text


હળવદના શક્તિનગરમાં બાવળનું ઝાડ ભડથું

ટંકારા / હળવદ : મોરબી જિલ્લામાં મેઘમહેરની સાથે આકાશી વીજળી કહેર વરસાવી રહી છે ત્યારે આજે ટંકારાના ગણેશપર અને હળવદના સુંદરીભવાની અને શક્તિનગરમાં આકાશી વીજળી ત્રાટકવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે બપોર બાદ ટંકારા તાલુકાના ગણેશપર ગામે ભાગિયા પરીવારના મંદિર ઉપર વીજડી પડી હતી. જો કે, આ ઘટનામાં જાન માલ ને નુકસાન થયું ન હતું.

- text

એ જ રીતે હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે બાવળના ઝાડ ઉપર વીજળી પડતા વૃક્ષ બળીને જવા પામ્યું હતું અને વૃક્ષની છાલ ઉતરી જવા પામી હતી. આ ઉપરાંત શક્તિનગર ગામે વીજ પોલ ઉપર પણ વીજળી ત્રાટકી હતી. સદનસીબે હળવદ તાલુકામાં પણ આકાશી વીજળી પડવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text