ટંકારામાં સખપર ગામે પુરના પ્રવાહમાં છ લોકો ફસાયા

- text


સખપર ગામે મેલડી માતાના મંદિરે તાવો કરવા થાન, વાંકાનેરથી આવેલા ભક્તો અને સ્થાનિક મળીને છ લોકો ફસાતા પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યાં

ટંકારા : ટંકારા પંથકમાં આજે બપોરે પછી ભારે વરસાદ પડ્યો હતો.તેથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી.જેમાં ટંકારાના સખપર ગામે આવેલ મેલડી માતાના મંદિરે તાવો કરવા આવેલા, વાંકાનેર-થાન અને સ્થાનિક મળીને છ લોકો પાણીના પ્રવાહમાં તણાયા હોવાની ઘટના સામે આવી છે. આથી હાલ પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે દોડી જઈને બચાવની કામગીરી હાથ ધરશે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારામાં આજે ભારે વરસાદ પડ્યો છે. તેથી ચારેકોર પાણી પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન જાણવા મળતી વિગતો.મુજબ આજે ભારે વરસાદ વચ્ચે ટંકારાના સખપર ગામે આવેલા મેલડી માતાજીના મંદિરે થાન-વાંકાનેર અને સ્થાનિક શ્રધ્ધાળુઓ માતાજીનો તાવો કરવા ગયા હતા. ત્યારે ભારે વરસાદને પગલે સખપર ગામે આ મંદિરની પાસે ધસમસતા જળ પ્રવાહમાં તાવો કરવા આવેલા છ જેટલા લોકો ફસાઈ ગયા હતા.

- text

આ બનાવની જાણ થતાં ટંકારા પોલીસ કાફલો અને મામલતદાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.જો કે સખપર ગામે બપોરથી જ આ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા છે અને પાંચેક કલાક થવા છતાં પાણી ન ઉતારતા આ લોકો હજુ ઉચક જીવે પાણીમાં ફસાયા છે. ત્યારે પોલીસ અને મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને બચાવની કામગીરી હાથ ધરાશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text