ડેમી -1માં નવા પાણીની ધૂમ આવક થતા 72 ટકા ભરાયો : ગમે ત્યારે ઓવર ફ્લો

- text


ચારથી પાંચ વાગ્યા વચ્ચે 35 મીમી વરસાદ નોંધાયો 

મિતાણા, ટંકારા, ધ્રુવનગર સહિતના સાત ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા તાકીદ

ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ ડેમી – 1 ડેમ સાઇટ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવા પાણીની ચિક્કાર આવક થતા ડેમ હાલમાં 72 ટકા ભરાયો છે અને ગમે તે સમયે ઓવરફ્લો થાય તેમ હોય હેઠવાસના મિતાણા, ટંકારા, ભૂતકોટડા, ધ્રુવનગર સહિતના ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા સૂચના આપવામાં આવી છે.

મિતાણા નજીક આવેલ ડેમી – 1 જળાશયમાં છેલ્લા ચોવીસ કલાક દરમીયાન ચારથી પાંચ ઇચ જેટલો વરસાદ પડ્યો છે અને સાંજે ચારથી પાંચ વાગ્યા દરમિયાન વધુ 35 મીમી વરસાદ નોંધાતા ડેમની સપાટી 72 ટકાથી વધુ ભરાઈ ગઈ છે.

- text

વધુમાં ઉપરવાસ અને ડેમસાઈટ ઉપર સતત વરસાદને પગલે ગમે ત્યારે ડેમી -1 ડેમ છલકાઈ શકે તેમ હોવાથી ડેમના હેઠવાસ હેઠળ આવતા મિતાણા, ટંકારા, હરબટિયાળી, ભૂતકોટડા, ટંકારા, ધ્રુવનગર અને રાજાવડલા સહિતના સાત ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text