મોરબીમાં મેકડોવેલ અને હન્ડ્રેડ પાઇપર તો ટંકારામાં દારૂના ચપલા પકડાયા

- text


ટંકારા પોલીસે તુફાનમાં શ્રમિકો સાથે દારૂની હેરફેર કરનાર ઈસમને દબોચી લીધો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં વિદેશી દારૂ વેચાણ મામલે બે અલગ અલગ કાર્યવાહીમાં સીટી એ ડિવીઝન પોલીસે જોન્શનગર પાછળ આવેલ તળાવ પાસે બાવળની કાટમાથી મેકડોવેલ નંબર વન અને હન્ડ્રેડ પાઇપર દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જયારે ટંકારા પોલીસે મધ્યપ્રદેશથી તુફાનમાં શ્રમિકોની સાથે વિદેશી દારૂના ચપલાની હેરફેર કરનાર શખ્સને તુફાન ગાડી સાથે દબોચી લીધો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જોન્શનગર પાછળ આવેલ તળાવ પાસે બાવળની કાટમા દારૂની જથ્થો છુપાવનાર સલીમભાઇ ગુલામહુશેન ભટી ઉ.વ.૩૬ રહે.મોરબી લાતીપ્લોટ શેરીનં.૮ વાળાને ઝડપી લઈ ભારતીય બનાવટના મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ એમ.એલ ની કંપની સીલબંધ બોટલ નંગ-૩ તથા હન્ડ્રેડ પાઇપર ડીલકસ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૨ મળી બોટલનં.૧૫ કિ.રૂ.૧૬૪૨૫ નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જયારે ટંકારા પોલીસે મીતાણા ગામથી આગળ યદુનંદન હોટલ પાસેથી અરવિંદભાઇ જેમલભાઇ વહોનિયા, ઉવ.૨૪ ધંધો ડ્રાઇવીંગ રહે.વહોનિયા ફળીયુ ઝરી બુઝર્ગ કળસીયા તા.ગરબાડા જી.દાહોદ વિદેશીદારૂની રોયલ સીલેકટ ડીલકસ વ્હીસ્કી તથા લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કીની ૧૮૦ મીલીની પ્લા.ની તથા કાચની નાની બોટલો ચપલા કુલ નંગ-૧૩૩ કિ.રૂ. ૧૩,૩૦૦ તેમજ તુફાન ગાડી રજી. નં.GJ-07-AR-6324 કિ.રૂ. ૨,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૨,૧૩,૩૦૦નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text