સીરામીક ફેકટરીમાં મશીનમાં માથું આવી જતા શ્રમિકનું મોત

- text


વાંકાનેરના માટેલ રોડ પર આવેલ સીરામીક ફેકટરીમાં બનેલી ઘટનાથી અરેરાટી

વાંકાનેર : વાંકાનેરના માટેલ રોડ પર આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતી વખતે મશીનમાં માથું આવી જતા શ્રમિકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી મૃતકના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મુળ પંચમહાલના વતની અને વાંકાનેરના માટેલ રોડ, ઢુવા પાસે આવેલ એસકોન સિરામિક ફેકટરીમાં રહીંને કામ કરતા રામાદ્વર પાનસુ (ઉ.વ.૩૫) નામના શ્રમિક ગઈકાલે તા.૫ ના રોજ આ સીરામીક ફેકટરીમાં મજૂરી કામ કરતા હતા. તે વખતે સીરામીક ફેકટરીમાં તેમનું માથુ મશીનમા આવી જતા તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં આ હતભાગી શ્રમિકની ડેડબોડી વાંકાનેરની સરકારી હોસ્પીટલમાં ખસેડાઇ હતી. આ બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text