રામપરા અભ્યારણમાં માલ-ઢોર ચરાવવાની ના પાડતા કર્મચારીને લાકડી ફટકારી

- text


ત્રણ શખ્સો સામે હુમલો અને ફરજમાં રૂકાવટની કલમો હેઠળ ગુન્હો દાખલ

વાંકાનેર : વાંકાનેરના વિડીભોજપરા ગામની સીમમાં આવેલ રામપરા અભ્યારણમા માલ-ઢોર ચરાવવાની ના પાડતા બે શખ્સોએ કર્મચારીને લાકડી ફટકારીને ઇજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે રામપરા અભ્યારણના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સો સામે હુમલો અને ફરજમાં રૂકાવટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વિડીભોજપરા ગામની સીમમાં આવેલ રામપરા અભ્યારણમા નોકરી કરતા વિપુલભાઇ જશમતભાઇ ગોહીલ (ઉ.વ.૨૮) એ આરોપીઓ વિભાભાઇ નવઘણભાઇ, ઝાલાભાઇ સિધાભાઇ ગરીયા, છેલાભાઇ ખેગારભાઇ ગરીયા (રહે. ત્રણેય ખીજડીયા, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ ના રોજ વાંકાનેરના વિડીભોજપરા ગામની સીમમાં ફરીયાદીએ આરોપીઓને રામપરા અભ્યારણમા પોતાના માલ-ઢોર ચરાવવાની ના પાડતા તે બાબતનો રોષ રાખી ફરીયાદીની પોતાની કાયદેસરની ફરજમા રૂકાવટ કરી ગાળો આપી ઢીકાપાટુનો મારમારી આરોપીઓેએ લાકડી વડે જમણા પગની ઘુટી ઉપર એક ઘા મારી ફેકચર કરી પહોંચાડી હતી.

- text

આ બનાવ અંગે રામપરા અભ્યારણના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સો સામે આઈ.પી.સી. કલમ- ૩૩૩, ૩૨૫, ૩૨૩, ૧૮૬, ૫૦૪, ૧૧૪, જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. બી.ડી.જાડેજા ચલાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text