પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગરને પકડવા ગયેલી પોલીસે 200 બોટલ દારૂ ઝડપ્યો

- text


વાંકાનેરના વઘાસિયા ગામે આરોપીની તલાશમાં ગયેલ પોલીસનો ધક્કો સફળ

અન્ય એક આરોપીનું નામ ખુલ્યું

વાંકાનેર : વાંકાનેરના પોલીસ જવાન ઉપર હુમલો કરી નાસી છૂટેલા બે બુટલેગરો વઘાસિયા ગામે વાડામાં છુપાયા હોવાની બાતમીને આધારે આરોપીઓને પકડવા ગયેલી પોલીસને આરોપીઓ હાથ લાગ્યા ન હતા જો કે, પોલીસને અહીંથી વિદેશી દારૂની 218 બોટલ મળી આવતા વાડા માલિક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સબ ઇન્સપેકટર બી.ડી જાડેજા તથા એ.એસ.આઈ હીરાભાઇ તેજાભાઈ મઠીયા તથા પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પો કોન્સ. કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા તથા અજીતભાઇ ભુરાભાઇ સોલંકી તથા પો.કોન્સ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પોલીસની ફરજમાં રુકાવટ કરી હુમલો કરનાર આરોપી ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી મહેન્દ્રસિંહ ઝાલા અને પ્રતિકસિંહ ઉર્ફે પીન્ટુ જનકસિંહ ઝાલા રહે. બંને વધાસીયા વાળાને ઝડપી લેવા કોમ્બિગમાં હાથ ધર્યું હતું.

- text

જે દરમિયાન પોલીસ હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ. કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા ને બાતમી મળેલ કે બન્ને આરોપીઓ વઘાસીયા ગામની સીમમાં લીલાધરી જવાના રસ્તે ભગીરથસિંહ રઘુભા ઝાલા રહે. વધાસીયા તા.વાંકાનેર જી મોરબી વાળાના ખુલ્લા વંડામાં છુપાયેલ છે જે હકીકત આધારે તાત્કાલીક પોલીસ સ્ટાફ સાથે પહોંયતા કોઇ હાજર મળી આવેલ નહીં બાદ વંડા તપાસ કરતા વંડાની એક તરફના ખુણામાં માટીના ઢગલા નીચે ભારતિય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નંબર-૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ હરીયાણા લખેલ ૭૫૦ મી.લીની કાચની કંપની શીલ પેક બોટલો ૨૧૮, કિંમત રૂપિયા ૮૧,૭૫૦નો મુદામાલ મળી આવ્યો હતો.

આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહી કલમ ૬૫-એઇ, ૧૧૬-બી મુજબ ગુનો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપી ભગીરથસિંહ રઘુભા ઝાલા રહે.વધાસીયા તા.વાંકાનેર જી મોરબી વાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text