માળિયાના બગસરા ગામે જાહેરમાં પાના ટીચતા પાંચ ઝડપાયા

- text


જાહેરમાં ધમધમતા જુગારના પાટલાના સંચાલક સહિત બે નાસી છૂટ્યા

માળીયા : માળીયા તાલુકાના બગસરા ગામે એક શખ્સ જાહેરમાં નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા પાંચ જુગાર પકડાઈ ગયા હતા. જ્યારે જુગારનો પાટલો ચલાવતા શખ્સ સહિતના બે ઈસમો નાસી છૂટ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ બગસરા ગામે ઝાપાની બાજુમા હિરાભાઇ રવાભાઇ મોરવાડીયા નાલ ઉધરાવી તીનપત્તીનો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં ભાગદોડ થઈ ગઈ હતી અને પોલીસે પાના ટીચતા સુખાભાઇ દેવાભાઇ સોમાણી, રહે-વવાણીયા, બાબુભાઇ ટપુભાઇ સોમાણી, રહે- વવાણીયા, પ્રેમજીભાઇ લક્ષ્મણભાઇ વાઘેલા, રહે-જામનગર ગુલાબનગર શેરી નં-૯, મણીલાલભાઇ વશરામભાઇ વાધડીયા, રહે-નાના ભેલા અને રહીમભાઇ દાઉદભાઇ ધોના, રહે-વવાણીયા વાળા પાંચ જુગારી રૂપિયા ૩૪૩૮૦ સાથે ઝડપાઇ ગયા હતા.

- text

જ્યારે દરોડા દરમિયાન જુગાર રમાડતા હિરાભાઇ રવાભાઇ મોરવાડીયા રહે-બગસરા અને અબ્બાસભાઇ સીદીકભાઇ બુચડ રહે-વવાણીયા નામના જુગારી નાસી જતા પોલીસે તમામ સાત આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી નાસી છૂટેલા બન્નેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરી પો.હેડ.કોન્સ ક્રિપાલસિંહ વનરાજસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, હિતેશભાઇ મકવાણા, પો.કોન્સ સંજયભાઇ દીલીપભાઇ રાઠોડ, જયપાલભાઇ જેસંગભાઇ લાવડીયા,
ભગીરથસિંહ વિજયસિંહ ઝાલા તથા અંબરીષભાઇ મારવણીયા સહિતના સ્ટાફે કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text