‘ફઇની દિકરીનુ ઘર કેમ ભંગાવ્યુ’ કહી યુવાન પર હુમલો

- text


માળીયા મીયાણાના નવા રેલ્વે સ્ટેશન પાસે મારામારીની ઘટનામાં બે સામે ફરિયાદ

માળીયા : માળીયા મીયાણાના નવા રેલ્વે સ્ટેશન પાસે તે કેમ અમારી ફુઇની દિકરીનુ ઘર ભંગાવેલ છે તેવું કહી બે શખ્સોએ યુવાન પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા (મીં) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મીયાણાના નવા રેલ્વે સ્ટેશન સફર સંસ્થાની બાજુમા રહેતા રફીકભાઇ હનીફભાઇ ભટી (ઉવ ૨૪) એ આરોપીઓ સલમાનભાઇ ઓસમાણભાઇ માણેક, અલીઅકબરભાઇ અમીનભાઇ માણેક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩ ના રોજ બપોરના સાડા ચારેક વાગ્યે માળીયા મીયાણા નવા રેલ્વે સ્ટેશન આદમભાઇ માલાણીની દુકાન પાસે આરોપીઓએ ફરીયાદીને કહેલ કે તે કેમ અમારી ફુઇની દિકરી નુરજાબેન નુ ઘર ભંગાવેલ છે તેમ કહી જેમફાવે તેમ ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને જમણા પગમા લોખંડની ડાંગ વતી માર મારી ફેકચરની ઇજા કરી તથા ફરીયાદીને બંન્ને હાથમા લાકડાના ઘોકા વતી માર મારી ઇજા કરી હતી.

- text

આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે બન્ને આરોપીઓ સામે ઇ.પી.કો. કલમ-૩૨૫, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text