જૂની અદાવતમાં યુવાન ઉપર હોકી-લાકડીથી હુમલો

- text


માળીયાના નાની બરાર ગામે બનેલી મારામારીની ઘટનામાં ત્રણ સામે ફરિયાદ

માળીયા : માળીયાના નાની બરાર ગામ જૂની અદાવત મામલે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં ત્રણ શખ્સો હોકી-લાકડા સાથે યુવાન પર તૂટી પડ્યા હતા. આ ઘટના અંગે યુવાને ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મારામારીની ઘટનાની માળીયા (મીં) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના નાની બરાર ગામે જુના પ્લોટમાં રહેતા અને ધંટી ચલાવવાનો ધંધો કરતા રમેશભાઇ સુખાભાઇ બકુત્રા (ઉવ.૪૫) એ આરોપીઓ મહેશભાઇ પરબતભાઇ મિયાત્રા, મુકેશભાઇ ભાનુભાઇ ડાંગર, જયદેવભાઇ કાનગડ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧ સપ્ટેમ્બરના રોજ નાની બરાર ગામે ગરબી ચોક આગળ આવેલ માતાજીના ઓટલા પાસે ફરીયાદીના ભાઇ સાથે આરોપીને અગાઉ તહેવારમાં બેસવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનું મનદુખ રાખી આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ હાથમાં હોકી તથા લાકડાના ઘોકાઓ લઇ ફરિયાદી તથા સાહેદોને સંજય બાબતે પુછતા નહિ હોવાનુ ફરિયાદી તથા સાહેદોઓએ જણાવતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને ડાબા પગે તથા ડાબા હાથે મારામારી ફેક્ચરની ગંભીર ઇજા કરી તથા સાહેદોને ઢીકાપાટુ મારી તથા ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ અંગે પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text