મોરબીમાં બે હોન્ડા અને એક રિક્ષાની ઉઠાંતરી

- text


વાહન ચોરીની ફરિયાદો એક સામટી નોંધાતા તસ્કર હાથવેંતમાં હોવાની આશંકા

મોરબી : મોરબી શહેરમાંથી અજાણ્યા તસ્કરે બે હોન્ડા મોટર સાયકલ અને એક સીએનજી રિક્ષાની ચોરી કરી હોવાની ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધાતા વાહન ચોર પોલીસના હાથવેંતમાં હોવાના અણસાર મળી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથક હેઠળ આઈટીઆઈ નજીકથી નીતીનભાઇ રણછોડભાઇ ભુતની સીએનજી રિક્ષા કિંમત .રૂ. ૫૦,૦૦૦ વાળી કોઈ અજાણયો ચોર ઇસમ તા.22 ઓગસ્ટના રોજ ચોરી કરી લઇ જતા બી ડિવિઝન પોલીસે ગઈકાલે ગુન્હો દાખલ કર્યો છે.

એ જ રીતે મહેંદ્રસિંહ અજીતસિંહ ચૌહાણનું હોન્ડા સ્ટનર મોટર સાયકલ કિંમત રૂપિયા 10,000 વાળું કોઈ અજાણ્યો તસ્કર તા.૨૭ના રોજ જય માતાજી રોડ કેરીયર, માળીયા હાઇવે, સુર્ય ચેમ્બરના પાર્કીંગમાથી ઉઠાવી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ ઉપરાંત બિમલભાઇ દુર્લભજીભાઇ સીતાપરાનું સીલ્વર કલર નુ-૨૦૧૭ મોડલનું હીરો કંમ્પનીનુ એચ.એફ.ડીલકસ મોટર સાયકલ કિંમત રૂપિયા 35,000 વાળું તા.7 ઓગસ્ટના રોજ મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ લક્ષ્મીનગર ગામમાં તેમના ઘર પાસેથી અજાણ્યો તસ્કર ઉઠાવી જતા તાલુકા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text