કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવનાર દિકરી દત્તક લેતા અજય લોરીયા

- text


દિકરીના અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

મોરબી : કોરોના મહામારીમાં સ્વખર્ચે ટીમ સાથે મોરબી જિલ્લામાં અવિરત સેવાની જ્યોત જલાવનાર સેવાભાવી અજય લોરીયાએ કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવનાર પુત્રીને દત્તક લઇ અભ્યાસનો તમામ ખર્ચ ઉપાડવાનું જાહેર કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોરબીના સેવાભાવી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ માનવતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડી કોરોનમાં પિતાની છત્રછાયા ગુમાવનાર એક દીકરીનો અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. મોરબી જિલ્લાના મૂળ.ટીકર(રણ) ખાતે રહેતા અંબારામભાઈ રાઠોડ કોરોના મહામારીની બીજી લહેરમાં જિંદગીનો જંગ હારી જતા તેમની નાની પુત્રી ત્રિશા રાઠોડ નોધારી બની છે.આ બાબતની જાણ અજય લોરીયાને થતા તેમને આ નાની લાડકવાઈ દિકરી ત્રિશાને પિતાની ખોટ ન પડે એ માટે અભ્યાસનો તમામ ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે અજય લોરીયા સેવા કાર્યોમાં અગ્રેસર રહે છે. દેશ ભક્તિ હોય કે સામાજિક કાર્યો હોય કે કુદરતી આફતો હોય તેઓ ગમે તે સમયે સેવા કાર્યો માટે હંમેશા અગ્રેસર રહે છે અને જ્ઞાતિ જાતિના ભેદથી દૂર રહી સેવાની જ્યોતને પ્રજ્વલિત રાખી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text