જન્માષ્ટમી મહોત્સવ લઈને મોરબી બન્યું કૃષ્ણમય, અનેરો શણગાર

- text


સરકાર અને તંત્રની ગાઈડલાઈન મુજબ 200 લોકોની મર્યાદામાં કાલે સવારે નિર્ધારિત સમયે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળશે

ભગવાન શ્રીકૃષ્ણના આગમનને વધાવવા મોરબીવાસીઓમાં ભારે ઉમંગ-ઉલ્લાસ

મોરબી : સમગ્ર જગતને ભગવત ગીતાના માધ્યમથી કર્મના સિદ્ધાંતનો બોધપાઠ આપનાર દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણનો આવતીકાલે જન્મોત્સવ છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના આગમનને વધાવવા મોરબી શહેર ભાતીગળ ટાઈપનું ગોકુળિયું ગામ બની ગયું છે અને જન્માષ્ટમી મહોત્સવને લઈને શાનદાર શણગાર કરવામાં આવ્યો છે. જ્યારે સરકાર અને તંત્રની ગાઈડલાઈન મુજબ 200 લોકોની મર્યાદામાં કાલે સવારે નિર્ધારિત સમયે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળશે. એકંદરે ભગવાન શ્રીકૃષ્ણના આગમનને વધાવવા મોરબીવાસીઓમાં ભારે ઉમંગ-ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.

મોરબીમાં જન્માષ્ટમી મહિત્સવને લઈને દરેક લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને જન્માષ્ટમી મહોત્સવને લઈને મોરબી કૃષ્ણમય બની ગયું છે. ધાર્મિક સંસ્થાઓ, તેમજ મંદિરો સહિતના સ્થળે સરકાર અને તંત્રની ગાઈડલાઈન મુજબ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે. જો કે સરકારે જન્માષ્ટમી નિમિતે 200 લોકોની મર્યાદા સાથે શોભાયાત્રાની છૂટ આપી છે.પણ મટકી ફોડ ઉપર મનાઈ ફરમાવી છે આથી મોરબીના તમામ ધાર્મિક સંગઠનો મટકી ફોડ કાર્યક્રમ નહિ યોજવાનો નિર્ણય લીધો છે. જો કે આવતીકાલે સવારે 8 વાગ્યે સરકાર અને તંત્રની ગાઈડલાઈન મુજબ શહેરના જડેશ્વર મંદિરેથી પરંપરાગત જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળશે.

- text

જન્માષ્ટમીની શોભાયાત્રા જડેશ્વર મંદિરેથી નીકળી સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, મુખ્ય બજાર લાઈન, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામચોક, રવાપર રોડ, ચકીય હનુમાનજી, ગાંધીચોક, શાક માર્કેટથી નહેરુ ગેઇટ ચોક ખાતે પહોંચીને પૂર્ણાહુતિ થશે. કૃષ્ણ જન્મોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે , શહેરમાં ઠેરઠેર ધજકા પતાકા અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. આવતીકાલે જન્માષ્ટમી નિમિતે રાધાકૃષ્ણ મંદિરોમાં આરતી અને પૂજા અર્ચના કરાશે અને કાલે રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મના હર્ષભેર વધામણાં કરાશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text