મોરબીમાં જન્માષ્ટમી નિમિત્તે એસટીમાં ઘસારો, એક્સ્ટ્રા રૂટ દોડાવાયા

- text


વધુ ઘસારાને પહોંચી વળવા મોરબી રાજકોટ અને વાંકાનેર ડેપોની રાજકોટથી અમદાવાદની બસો મુકાઈ

મોરબી : મોરબીમાં જન્માષ્ટમીના તહેવારોને લઈને એસટીમાં ભારે ઘસારો થયો છે. આથી એસટી તંત્ર દ્વારા વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી છે. જેમાં વધુ ઘસારાને પહોંચી વળવા મોરબી રાજકોટ અને વાંકાનેર ડેપોની રાજકોટથી અમદાવાદની બસો મુકાઈ છે.

મોરબીમાં જન્માષ્ટમીના તહેવારોમાં એસટી બસ સ્ટેન્ડમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ઘણા લોકો જન્માષ્ટમીનો તહેવાર મનાવવા પર્યટક સ્થળ કે ધાર્મિક સ્થળ તેમજ સગા સબધીઓ તેમજ મિત્રોના ઘરે જતા હોય છે. જન્માષ્ટમીના તહેવારોમાં હાલ બહારગામ જવા માટે મોરબીના જુના એસટી અને નવા એસટી બસ સ્ટેન્ડમાં લોકોનો ભારે ઘસારો જોવા મળે છે અને મોટાભાગની એસટી રૂટ હાઉસફુલ જોવા મળું રહી છે તેથી વધારાના ટ્રાફિકને પહોંચી વળવા એસટી તંત્ર દ્વારા એક્સ્ટ્રા રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.

- text

જેમાં દરરોજ મોરબી રાજકોટ રૂટ ઉપર 100થી વધુ ટ્રીપ છે. આમ છતાં વધુ ટ્રાફિક હોવાથી વધારાની બસો તેમજ વાંકાનેર ડેપોને રાજકોટ અમદાવાદ સુધીની બસો દોડવામાં આવી છે તેમ વાંકાનેરના ડેપો મેનેજર અને હાલ મોરબી ડેપોના ઈન્ચાર્જ મેનજર ભરતસિંહ જાડેજાએ જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text