જન આશીર્વાદ યાત્રામાં દૂધમાં ભેળસેળ મુદ્દે ગર્જયા કેન્દ્રીય મંત્રી રૂપાલા

- text


મોરબીમાં જન આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત

મોરબી : કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રા ગઈકાલે મોડી રાત્રે મોરબી આવી પહોંચી હતી અને તેઓએ મોરબીના સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કર્યું હતું.બાદમાં આજે સવારે નિર્ધારિત સમયે સર્કિટ હાઉસ ખાતેથી કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રા નીકળી હતી.જન આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.આ તકે કેન્દ્રીય મંત્રી દૂધમાં ભેળસેળ મુદ્દે ગર્જયા હતા અને વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક ભારતને બદનામ કરવાની ચાલ ગણાવી હતી.

મોરબીના સર્કિટ હાઉસ ખાતેથી આજે સવારે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ જન આશીર્વાદ યાત્રા શહેરભરના નિર્ધારિત રૂટ ઉપર ફરી હતી અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાનું જોરદાર અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ધારિત રૂટ ઉપર સ્થાનિક નગરસેવકો તેમજ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.બાદમાં કેન્દ્રીય મંત્રીએ સંસ્કાર ધામ ખાતેના રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ સંતોના આશીર્વાદ લીધા હતા.

આ યાત્રા માર્કેટીંગ યાર્ડમાં પહોંચતા ત્યાં એક કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમની શરૂઆતમાં તેઓએ સંતોના આશીર્વાદ લીધા હતા. તેમજ પત્રકાર પરિષદમાં તેઓએ સરકારની જનલક્ષી યોજનાની માહિતી આપી હતી અને દૂધમાં ભેળસેળ થતી હોવાના પ્રશ્નના ઉત્તરમાં તેઓએ કહ્યું હતું કે, દુધના ભેળસેળીયાનો બચાવ નથી કરતો પણ આ વૈશ્વિક લેવલે સૌથી વધુ દુધનું ઉત્પાદન કરતા ભારતને બદનામ કરવાનું ષડયંત્ર છે. તે ઉપરાંત મોરબી જિલ્લામાં હાલ સિંચાઇના પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

- text

કેન્દ્રીય મંત્રીનું તાલુકા ભાજપ, યુવા ભાજપ, જિલ્લા ભાજપ સહિતના તમામ ભાજપના સંગઠનો અને વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સીરામીક, કલોક એસો.સહિતના 36 જેટલા એસો.દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text