ભાવેશ 26 બોટલ સાથે અને નિકુલ 2 બોટલ દારૂ સાથે ઝડપાયો

- text


મોરબી તાલુકા પોલીસે જુના નાગડાવાસમાં અને એ ડિવિઝન પોલીસે મહેન્દ્ર ડ્રાઇવ નજીક કરેલી કાર્યવાહી

મોરબી : મોરબી તાલુકા પોલીસે જુના નાગડાવાસ ગામે દરોડો પાડી ભાવેશ નામના ઇસમને 26 બોટલ અને એ ડિવિઝન પોલીસે મહેન્દ્ર ડ્રાઇવ નજીકથી નિકુલ નામના વ્યક્તિને 2 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.

મોરબી તાલુકા પોલીસ ટીમે જુના નાગડાવાસ ગામે દરોડો પાડી ભાવેશભાઇ પરબતભાઇ ધ્રાંગ્રાને પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં અલગ અલગ બ્રાન્ડની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૨૬ કિં.રૂ. ૧૦,૦૫૦ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે સીટી એ ડિવિઝન પોલીસ ટીમે મહેન્દ્ર ડ્રાઇવ નજીકથી નિકુલભાઇ ઉર્ફે નિકલો રાજેન્દ્રભાઇ દવે, રહે. રવાપર ગામ હનુમાનજીના મંદીર પાસે વાળાને એકટીવા નં.જી.જે.૩૬.એ.૪૮૫૨ કિ.રૂ.૩૦૦૦૦માં ભારતીય બનાવટની વીદેશી દારૂની રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓનલીની ૭૫૦ એમ.એલની બોટલ નંગ.૨ કિ.રૂ.૬૦૦ મળી કુલ રૂ.૩૦૬૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text