મોરબીમાં મુસ્લીમ સમાજ દ્વારા આસ્થાભેર મનાવાયો આસુરાનો પર્વ

- text


 

વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજીયાના મોટી સંખ્યામાં લોકોએ કર્યા દર્શન

મોરબી : ઈસ્લામ ધર્મનાં મહાન પૈંગમ્બર હસરત મોહમદ સાહેબના દોહીત્ર હઝરત ઈમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મનાવાતા મહોરમ માસમાં આજે મુસ્લીમ સમાજ દ્વારા આસુરાનો પર્વ શ્રધ્ધા અને આસ્થાભેર મનાવવામાં આવ્યો છે.

આ વખતે આસુરાનો પર્વ શુક્રવારે આવતા મુસ્લીમ સમાજમાં ધાર્મિક ઉત્સાહ બેવડાયો છે. આ પ્રસંગે સવારે મસ્જીદોમાં મુસ્લીમ બિરાદરોએ આસુરાની નમાઝ અદા કરી દેશની એકતા, ભાઈચારા, અને વિકાસ માટે તેમજ કોરોના વાયરસની મહામારી નાબુદ થાય તે માટે દુઆ માંગી હતી. તેમજ કબ્રસ્તાનમાં મુસ્લીમ બિરાદરોએ ફૂલ ચડાવી પાણી રેડી પિતૃ તર્પણ કર્યુ હતું તેમજ કીડીયારૂ પુરવામાં આવ્યું હતું.મુસ્લીમ બિરાદરો દ્વારા આજે સતત બીજા દિવસે રોઝા રાખવામાં આવી રહ્યા છે.

- text

ઉલ્લેખનીય છે કે કરબલાનાં શહીદોની યાદમાં મનાવાતો આ પર્વ કોરોના વાયરસની મહામારીના પગલે સાદગીભેર મનાવવામાં આવી રહ્યો છે. મહામારીનાં કારણે પ્રતિબંધાત્મક હુકમો અમલી હોય કલાત્મક તાજીયાનું જુલુસ સતત બીજા વર્ષે યોજવામાં આવેલ નથી. ગઈકાલે તાજીયા પડમાં આવ્યા બાદ મોરબીમાં આજે ઠંડા થયા હતા. દર વખતે તાજીયા વિવિધ વિસ્તારમાં ફરી નહેરુ ગેટ ખાતે ભેગા થાય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે જે તે વિસ્તારમાં જ તાજીયા રાખવામાં આવ્યા હતા. લોકોએ આ તાજીયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

- text