વકૃત્વ સ્પર્ધામાં હળવદનો શ્રેય સંઘાણી બીજા સ્થાને

- text


હળવદ : આંતરરાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા મહાન વૈજ્ઞાનિક વિક્રમભાઈ સારાભાઈના જન્મદિવસ નિમિત્તે વકૃત્વ સ્પર્ધાનું જુદી જુદી ચાર કેટેગરીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપણા દેશના યુવાનોની “દશા અને દિશા” વિષય ઉપર ઘરે બેઠા વકૃત્વ સ્પર્ધામા ભાગ લેવા વિડીયો મોકલી હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામમાં ધોરણ-૪ મા અભ્યાસ કરતાં સંઘાણી શ્રેય વિશાલભાઈએ ભાગ લઈ સમગ્ર જિલ્લામાં બીજો નંબર પણ મેળવ્યો છે. શ્રેય સંઘાણીએ ગામ અને પરિવારનું ગૌરવ વધારતા શિક્ષકો અને સગા સ્નેહીજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text