સામાજિક બંધારણમાં સુધારા કરવા હળવદમાં આગામી 18મીએ ભરવાડ સમાજની બેઠક યોજાશે

- text


ઝાલાવાડમાં આવતા હળવદ પરગણાના ૪૨ ગામના સમાજ અગ્રણીઓને બેઠકમાં હાજર રહેવા અપિલ કરાઈ

હળવદ : આધુનિક સમય સાથે તાલ મિલાવવા હળવદમાં આગામી 18મીએ 42 ગામના ભરવાડ સમાજના અગ્રણીઓની બેઠક યોજાવા જઇ રહી છે જેમાં સમાજના બંધારણમાં મહત્વપૂર્ણ સુધારા કરવા નક્કી કરાશે. આ બેઠકમાં ઝાલાવાડમાં આવતા હળવદ પરગણાના ગામના ભરવાડ સમાજના અગ્રણીઓને હાજર રહેવા અપીલ કરાઇ છે.

- text

હળવદ શહેરમાં આવેલ કુંભારપરા વિસ્તારમાં બામ્ભાં વાડી ખાતે આગામી તારીખ 18/8/2021 ને બુધવારના રોજ સવારે નવ વાગ્યે ભરવાડ સમાજના સામાજિક બંધારણમાં કેટલાક સુધારા વધારાને લઈ એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ઝાલાવાડના હળવદ પરગણામાં આવતા ૪૨ ગામના સમાજ અગ્રણીઓને હાજર રહેવા ઝાલાભાઈ બામ્ભાં હળવદ, સોઠાભાઈ બામ્ભાં હળવદ, રત્નાભાઈ ગોલતર રાણેકપર, લઘરાભાઈ મુંધવા સરંભડા, સેલાભાઈ ટોટા કેદારિયા, માધાભાઈ બામ્ભાં હળવદ, રામજીભાઈ ઝાપડા હળવદ, હિરાભાઈ લાકડીયા હળવદ, કુંવરાભાઈ સરૈયા હળવદ, અરજણભાઈ મુંધવા હળવદ, મશરૂભાઈ દોરારા હળવદ, કારૂભાઈ બામ્ભાં ભવાની નગર ઢોરો, છેલાભાઈ મુંધવા હળવદ, ધારાભાઈ ડાભી હળવદ, હઠાભાઈ ઝાપડા હળવદ, ધનાભાઈ રાતડીયા હળવદ, હમીરભાઈ શીયાર ગોલાસણ, રઘુભાઈ સોરીયા હળવદ, વાલાભાઈ ગમારા ચુલી, રાણાભાઈ મુંધવા હળવદ, મેરાભાઈ મુંધવા હળવદ, દેવુભઈ શીયાર પંચમુખી ઢોરો, વસુભાઈ ગોલતર પંચમુખી ઢોરો, મુમાભાઈ ગમારા પંચમુખી ઢોરો, સામતભાઈ ગમારા ભવાની નગર ઢોરો, દેવશીભાઈ સરૈયા હળવદ, કાના ખીમા સોરીયા હળવદ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text