મોરબીની તમામ સમસ્યાનું નિરાકરણ કરવા પાલિકાને તાકીદ કરતા ધારાસભ્ય

- text


ધારાસભ્યએ શહેરના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા નગરપાલિકા સાથે પરામર્શ કરાયો

મોરબી : મોરબી શહેરમાં ઘણા વર્ષોથી ઠેરઠેર અનેક પ્રશ્નો લોકોને સતાવી રહ્યા છે. જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે પ્રજાને લગતી વિવિધ સમસ્યાનું ઝડપી અને યોગ્ય રીતે નિરાકરણ કરવા ધારાસભ્યએ મોરબી નગરપાલિકા તંત્રને સૂચના આપી હતી.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ લોકપ્રશ્ને મોરબી નગરપાલિકા તંત્રને તાકીદ કરી હતી.જેમાં નગરપાલિકાને લગતા પ્રશ્નો જેવા કે અવની ચોકડીના પાણી નિકાલ, વરિયા સોસાયટીના રોડ રસ્તા, વાડી વિસ્તારમાં કાચા રસ્તામાં મોરમ ભરતી નાખવા બાબત, જુદા જુદા આઠ વોર્ડમાં વાડીઓમાં ભુગૅભ ગટર તેમજ પાણીની લાઈન હોય ત્યાં રોડ બનાવી આપવા બાબત, કેનાલ રોડ પર પાણી લીકેજ તથા રહેણાક વિસ્તારમાં એલઇડી લાઇટ તેમજ રીપેરીંગ કરવા, હાઉસ ટેકસના વેરા કલેક્શનમાં નવી સિસ્ટમ લાગુ કરવા જેવા વિવિધ પ્રશ્નોની વિગતવાર માહિતિ લઈ લાગુ પડતા તમામ પ્રશ્ને નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપરોક્ત પ્રશ્નોનું વહેલાસર નિરાકરણ થાય તેવી સૂચના આપી હતી.તેમ જીલ્લા કિસાન મોરચા કોષાધ્યક્ષ કે. કે. પરમારે જણાવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text