કુસ્તી અને દોડ સ્પર્ધામાં હિર ઝળકાવનાર રમતવીરોનું સન્માન કરતું હળવદ બજરંગદળ

- text


નિ:સ્વાર્થ ભાવે સેવા આપનાર કોચનું પણ અદકેરું સન્માન

હળવદ : હળવદના મંગળપુર ગામના યુવા ખેલાડીઓએ કુસ્તી અને દોડ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ હિર ઝળકાવી ગોલ્ડ મેડલ મેળવતા બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા તમામ ખેલાડીઓની સાથે નિ:સ્વાર્થ ભાવે કોચ તરીકે સેવા આપનાર યુવાનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

હળવદના નાના એવા મંગળપુર ગામના રમતવીર ગેલાભાઈ ગોલતર, ગોપલભાઈ છાપરા, અલ્પાબેન કુડેચા અને સાગરભાઈ કુડેચાએ ગોલ્ડ મેડલ હાંસલ કરેલ જ્યારે વિક્રમભાઈ ગોલતર અને મેહુલભાઈ આલએ સિલ્વર મેડલ હાંસલ કરવાની સાથે હિતેશભાઈ કુડેચાએ બ્રોન્ઝ મેડલ મેળવતા સર્વે તેજસ્વી રમતવીર ખેલાડીઓનું બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે તમામ ખેલાડીઓને નિઃશુલ્ક રીતે માર્ગદર્શન પૂરું પાડતા કોચ બીજલભાઈ કુડેચાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, નાના એવા મંગળપુર ગામના યુવાનોએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરતા બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તમામ રમતવીરોનું મંગળપુર ગામ મધ્યે આવેલ શ્રી રામજી મંદિર ખાતે સન્માન સમોરોહનું આયોજન કર્યું હતું. જેમાં હળવદ તાલુકાનું સમગ્ર દેશમાં નામ રોશન કરનાર રમતવીરોને બજરંગદળનો ખેસ અને સ્પોર્ટ્સ ટ્રેક -ત્રિશુલ અને સાલ ઓઢાળી સન્માનિત કરાયા હતા.

- text

આ કાર્યક્રમમાં કર્ણાવતી ક્ષેત્રના ઉપાધ્યક્ષ ક્રિષ્નાજી અગ્રવાલ, બજરંગદળ ગુજરાત ક્ષેત્રના સંયોજક ભાવેશભાઈ ઠકકર, જીલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી અનિલભાઈ રાવલ, જિલ્લા સેવા પ્રમુખ બટુકભાઈ અઢિયા, પ્રખંડ અધ્યક્ષ ઈશ્વરભાઈ દલવાડી, રશ્મિનભાઈ દેથરીયા, રણછોડભાઈ દલવાડી, બળદેવભાઈ, લલિતભાઈ, વિજયભાઈ, તપનભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સાથે જ ભવિષ્યમાં નેપાળ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ તકે મંગળપુર ગામ સમસ્ત હાજર રહી રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text