મહિલાની એકલતાનો લાભ લઇ નિર્લજ્જ હુમલો

- text


હળવદના મયુરનગરની ઘટનામાં એટ્રોસીટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ

હળવદ : હળવદના મયુરનગર ગામે વાડામાં કામ કરતી મહિલાની એકલતાનો લાભ લઇ એક શખ્સે નિર્લજ્જ હુમલો કરતા પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એકટ સહિતની ભારેખમ કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

હળવદના મયુરનગર ગામે રહેણાક મકાનની પાછળના ભાગે મહિલા કામ કરતા હતા ત્યારે એકલતાનો લાભ લઇ આરોપી વાસુર અમરશીભાઇ દેવીપુજક નામના શખ્સે મહિલા અનુસૂચિત જાતિના હોવાનું જાણતા હોવા છતાં ફરિયાદીનું બાવડું પકડી બિભત્સ માંગણી કરી છેડતી કરી હતી.

આ ઘટનામાં ભોગ બનાનારની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૩૫૪, ૩૫૪(એ) તથા એટ્રોસીટી એક્ટ કલમ 3(2)(5-A), 3(1)(w)(i)(ii) મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

- text

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text