મોરબીમાં વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટાફે આજે પેટ્રોલીંગ દરમિયાન શહેરના અયોધ્યાપૂરી મેઈન રોડ ઉપર એક શખ્સને વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી સામે દારૂની હેરાફેરીનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ આજે શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. ત્યારે મોરબીના અયોધ્યાપૂરી મેઈન રોડ ઉપર આવેલ ખ્વાજા પેલેસની પાછળની શેરીમાં પ્લાસ્ટિકના ઝબલામાં એક શખ્સ શંકાસ્પદ વસ્તુ લઈને નીકળતા પોલીસે તેને અટકાવીને તલાશી લીધી હતી. આથી પ્લાસ્ટિકના ઝબલમાં 3 ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. તેથી પોલીસે આરોપી જુસબભાઈ કટીયા (ઉ.વ.21, રહે. મછી ઇદમસ્જીદ પાછળ, આઝાદ લોજ પાસે, મોરબી)ને ત્રણ ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ઝડપી લઈ તેની સામે પ્રોહીબેશન એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text