જેતપર, ગાળા અને વાઘપર ગામમાં ઝેરી ગેસથી ઉભા પાકને નુકશાની

- text


આજુબાજુના કારખાનાઓએ ચીમનીને બદલે નીચે ગેસ છોડતા ખેતીને નુકશાની થયાની ખેડૂતોની રાવ

મોરબી : મોરબીના જેતપર, ગાળા અને વાઘપર ગામે ઝેરી ગેસથી ઉભા પાકને નુકશાની થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં આ ગામોની આજુબાજુના કારખાનાઓએ ચીમનીને બદલે નીચે ગેસ છોડતા ખેતીને નુકશાની થયાની ખેડૂતોની રાવ કરી છે.

મોરબીના જેતપર ગામના ખેડૂત સતીષભાઈ આઘારાએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે, તેમના ગામ જેતપર અને વાઘપર તેમજ ગાળા ગામની આજુબાજુમાં ઔદ્યોગિક એકમો કાર્યરત છે. જો કે, આ કારખાનામાં વપરાતો ગેસ ચીમની દ્વારા છોડવામાં આવે છે. પણ આ કારખાનાઓએ ચીમણીને બદલે નીચે જમીન ઉપર ગેસ છોડી દેતા ઝેરી ગેસથી આ ત્રણેય ગામોના ખેતીના પાકને નુકશાન થયું છે.

- text

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આસપાસના કારખાનાઓ દ્વારા ગેસનો જાહેરમાં નિકાલ કરાતા જેતપર અને વાઘપર તેમજ ગાળા ગામની સીમમાં આવેલ ખેતરોમાં લહેરાતા કપાસ, તલી, દાડમ સહિતના પાકોને નુકશાન થયું છે. ઉભા પાકને નુકસાન થવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આથી, ખેડૂતોએ સંબધિત તંત્ર સમક્ષ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text