મોરબી : મહિલા ઉત્‍કર્ષ યોજનાનો લાભ લઇ મુખ્‍યમંત્રીનો આભાર માનતા સખી મંડળોના બહેનો

- text


મહિલા ઉત્‍કર્ષ યોજના થકી અમે આત્‍મનિર્ભર બનીશું : લાભાર્થી બહેનોનો વિશ્વાસ

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વને પાંચ વર્ષ પૂર્ણ થયાં તે નિમિત્તે મોરબી જિલ્લામાં “નારી ગૌરવ દિવસ” નિમિત્તે મહિલા ઉત્‍કર્ષ યોજનાનો લાભ લેતા ઉવર્શીબેન પટેલ જણાવે છે કે, મહિલા ઉત્‍કર્ષ યોજના થકી અમારા મન મંદિર સખી મંડળને એક લાખની સહાય મળી છે. આ સહાયનો ઉપયોગ કરીને અમે પોતાનો ધંધો ચાલુ કરીને રોજગારી મેળવી શકીશું.

આપણે જાણીએ છીએ કે કોરોનાના સમયમાં બધાને ધંધો રોજગારી માટે તકલીફ પડી હતી. જયારે અમને લોકોને આ સહાયથી નવો ઉત્‍સાહ મળેલ છે. આ સહાયથી અમે લોકો ઘરના આર્થિક સંકટને દૂર કરી નવા ધંધા તરફ પ્રયાણ કરીને રોજીરોટી કમાશું. દરેક મહિલાએ લોન લઇ થઇ શકે તેટલી પરિવારને સહાય કરવી જોઇએ.

મહિલા ઉત્‍કર્ષ યોજનાનો લાભ લેતા બીજા એક લાભાર્થી મઢવી આરતીબેન દાદુભાઇ જણાવે છે કે, અમે સંઘવી મહિલા જૂથને પણ આ યોજનાનો લાભ આપવા બદલ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માનું છું.

- text

મોરબી જિલ્‍લાના બગથળા ગામના રહેવાસી અને એકતા મિશન મંગલ જૂથના પ્રુમખ પ્રવિણાબેન પ્રકાશભાઇ મેવા જણાવે છે કે અમે પણ મહિલા ઉત્‍કર્ષ યોજનામાં 0 ટકાએ લોન લઇ બધી બહેનોને પગભર બનવા માંગીએ છીએ.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text