ટ્રક – ટ્રાન્સપોર્ટ હડતાળથી સીરામીક ઉદ્યોગમાં ચિંતાના વાદળો ઘેરાયા

- text


આવતીકાલથી કોલસો, રો મટિરિયલનું લોડિંગ-અનલોડીંગ બંધ : તૈયાર માલના ગોડાઉન ભરાતા પ્લાન્ટ બંધ કરવા પડે તેવી નોબત આવવાની સંભાવના

મોરબી : ડીઝલના ભાવ વધારાથી ત્રસ્ત બનેલા ટ્રક -ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા જિસકા માલ ઉસકા હમાલ પદ્ધતિ લાગુ કરવાની માંગ સાથે રાષ્ટ્રવ્યાપી હડતાળ શરૂ કરતા છેલ્લા અઠવાડિયાથી મોરબીમાં સીરામીક પ્રોડક્ટ્નું લોડિંગ બંધ થયું છે અને આવતીકાલથી કોલસો સહિતના રો મટીરીયલની હેરફેર પણ બંધ કરવાની ટ્રાન્સપોર્ટરો દ્વારા જાહેરાત કરવામાં આવતા સીરામીક ઉદ્યોગ ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે. સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશ કુંડારીયાએ જો આવી જ સ્થિતિ રહે તો પ્લાન્ટ બંધ કરવા પડે તેમ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

છેલ્લા એક અઠવાડિયાથી મોરબી ટ્રક – ટ્રાન્સપોર્ટ એસોશિએશન અને દેશભરના ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા જિસકા માલ ઉસકા હમાલ પદ્ધતિ અમલી બનાવવાની જાહેરાત કરી છે પરંતુ આ પદ્ધતિનો અમલ ન થતા હડતાલનું શસ્ત્ર ઉગામી ગઈકાલથી લોડિંગ અને અન લોડિંગ સંપૂર્ણપણે ઠપ્પ કરી હાઇવે ઉપર લોડિંગ ટ્રકને રોકવાનું શરૂ કરતા સીરામીક ઉદ્યોગમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે. ટ્રક – ટ્રાન્સપોર્ટ એસોશિએશનની હડતાળની અસર અંગે મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ હડતાળને કારણે હાલમાં લોડિંગ બંધ થતા અનેક જે -જે એકમોમાં ગોડાઉન ભરાયેલ છે તેમને પ્રોડક્શન અટકાવવું પડે તેવી સ્થિતિ છે. જો હડતાળ અઠવાડિયા સુધી ચાલુ રહેશે તો ચોક્કસપણે તમામ સીરામીક એકમોને વધતા -ઓછા પ્રમાણમાં અસર પડી શકે તેમ છે.

- text

દરમિયાન છેલ્લા બે દિવસથી સજ્જડ બનેલી આ ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલ અન્વયે આવતીકાથી મોરબી અને નવલખી પોર્ટ ઉપરથી કોલસાનું લોડિંગ બંધ કરવા પણ ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા લેખિત સૂચના તમામ ટ્રક માલિકોને આપવામાં આવી છે ઉપરાંત હાઇવે ઉપર ટ્રક માલિકો અને એસોશિએશનના અગ્રણીઓ દ્વારા સતત ચેકીંગ શરૂ કરી એકપણ ટ્રક લોડ થઈને ન નીકળે તે જોવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે,મોરબીમાંથી દરરોજ 8000થી 10,000 ટ્રક આવાગમન કરે છે અને મોરબી જિલ્લમાં 4000 જેટલા ટ્રક માલિકો નોંધાયેલ છે ત્યારે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે પણ રાષ્ટ્રીય સંગઠનના આદેશ મુજબ હડતાળ સજ્જડ બની રહે તે માટે ટ્રક માલિકો મકક્મ હોવાનું જણાવી જિસકા માલ ઉસકા હમાલ પદ્ધતિ શરૂ થયા બાદ જ આ હડતાળનો અંત આવશે તેમ ઉમેર્યું હતું. નોંધનીય છે કે આગામી દિવસોમાં આ હડતાળમાં બોલેરો,ટેમ્પો,આઇસર જેવા નાના વાહનોમાં પણ લોડિંગ અને અનલોડીંગ બંધ કરવા ટ્રાન્સપોર્ટરો મેદાને આવ્યા છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text