સરકારી કોલેજો અને હોસ્‍પીટલ ખાતે પ્રાધ્‍યાપકની જગ્યા માટે ગાંધીનગર ખાતે ઇન્‍ટરવ્‍યુ

- text


કરારીય ધોરણે જગ્યા ભરવા જીએમઇઆરએસ મેડીકલ કોલેજ ખાતે દર મંગળ અને બુધવારે ઇન્ટરવ્યુનું આયોજન

મોરબી : સરકારી કોલેજો અને હોસ્‍પીટલ ખાતે પ્રાધ્‍યાપકની જગ્યા માટે ગાંધીનગર ખાતે ઇન્‍ટરવ્‍યુ રાખવામાં આવ્યું છે. કરારીય ધોરણે જગ્યા ભરવા જીએમઇઆરએસ મેડીકલ કોલેજ ખાતે દર મંગળ અને બુધવારે ઇન્ટરવ્યુનું આયોજન કરાયું છે.

ગુજરાત રાજયમાં કોવિડ -૧૯ ના ત્રીજા વેવની તૈયારીના ભાગરૂપે તબીબોની ભરતી માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે રાજયની ૭૬ સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક, મદદનીશ પ્રાધ્યાપક અને ટયુટર સંવર્ગની જગ્યાનો ૧૧ માસના કરારીય ધોરણે ભરવા માટે તા.૨૭, ૨૮ જુલાઈ -૨૦૨૧ થી દર મંગળવારે અને બુધવારે જીએમઈખારએસ મેડીક્લ કોલેજ, ગાંધીનગર ખાતે વોક – ઈન – ઈન્ટરવ્યું યોજાનાર છે તેમ મોરબી નિવાસી અધિક કલેકટર એન. કે. મુછારની યાદીમાં જણાવાયું છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text