શાળાઓ પ્રત્યક્ષ શિક્ષણ રાબેતા મુજબની પાળીમાં રાખી શકશે

- text


મોરબી : રાજ્યની સ૨કારી અને બિનસ૨કારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનો સમય સવા૨નો રાખવા અંગે સુચના આપવામાં આવેલ હતી. પરંતુ હવે શાળાઓના સમય પૂર્વવત એટલે કે કોરોના મહામારી પહેલા જેમ સમય હતો, તેમ સમય રાખવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગના પરિપત્રથી ધો. 9થી 12ની શાળાઓમાં ગત તા. 26થી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ ક૨વા સૂચના આપવામાં આવેલ છે. રાજ્યની સ૨કારી અને બિન-સ૨કારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયેલ હોઈ, શાળાઓનો સમય કોરોના મહામારી પૂર્વે જે-તે શાળામાં નિર્ધારિત થયેલ હતો, એટલે કે જે શાળાઓમાં સવા૨નો સમય હતો તે શાળાઓમાં સવારનો સમય અને જે શાળાઓમાં બપો૨નો સમય હતો તે શાળાઓમાં બપો૨નો સમય, તે જ પ્રકારે પુન: શાળાઓનો સમય કોરોના મહામારી પૂર્વેની પદ્ધતિ મુજબ યથાવત ક૨વા અંગે તમામ સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્ત૨ માધ્યમિક શાળાઓને જાણ ક૨વા જણાવવામાં આવેલ છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text