લોક જાગૃતિ સાથે કલાકારોને રોજગારી અપાશે

- text


પરંપરાગત માધ્યમો થકી પ્રજાલક્ષી યોજનાઓ પહોંચાડવા મોરબી જિલ્લાના સ્થાનિક કલાકારો પાસે અરજીઓ મંગાવાઈ

મોરબી : જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લામાં લોકજાગૃતિ માટે પરંપરાગત માધ્યમ હેઠળ લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજય સરકાર દ્વારા અમલી વિવિધ પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ, વિકાસ કાર્યક્રમોની જાણકારી શહેરી, ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના લોકો સુધી પહોંચે તે માટે પરંપરાગત માધ્યમો લોકડાયરા, નાટક, પપેટ શો વગેરે જેવા કાર્યકમો યોજવામાં આવે છે. આ કાર્યક્રમ માટે નિયત કરેલ પુરસ્કાર પણ આપવામાં આવે છે. આ માટે મોરબી જિલ્લાના કલાકારો પાસે અરજીઓ મંગાવાઈ છે.

કલાકારોને પ્રોત્‍સાહન સાથે સ્‍ટેજ મળી રહે અને પોતાનામાં રહેલી કલા લોકો સમક્ષ રજૂ કરી કલાને નિખારી શકે તેવા આશયથી કલાકારોને અગ્રતા આપી કાર્યક્રમોની ફાળવણી કરવામાં આવશે. મોરબી જિલ્‍લાના સ્થાનિક લોકડાયરા, કઠપુતળી, ભવાઇ કે નાટકના કલાકારોને તા. ૧૩/૦૮/૨૦૨૧ સુધીમાં જિલ્લા માહિતી કચેરી ખાતેથી ફોર્મ મેળવીને આધાર પૂરાવા તેમજ અનુભવ અંગેના પ્રમાણપત્રો સાથે મોકલી આપવાના રહેશે.

- text

ફોર્મ મેળવવાનું અને જમા કરાવવાનું સ્થળ જિલ્‍લા માહિતી કચેરી, જિલ્લા સેવાસદન, રૂમ નં. ૨૨૭, બીજો માળ, શોભેશ્વર રોડ, મોરબી રહેશે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text