રેશનીંગમાં પણ મોંઘવારી! જન્માષ્ટમીએ ગરીબોને 93 રૂપિયે લીટર કપાસિયા તેલ અપાશે

- text


સરકાર રૂ. ૧૬૩ના ભાવે ખરીદેલા ૭૧ લાખ પાઉચનું વિતરણ કરશે : ગરીબોને તેલ આપવા સરકારની ૪૯.૭૦ કરોડની સબસીડી

મોરબી : પેટ્રોલ, ડીઝલ, દૂધ,શાકભાજીથી લઈ તમામ જગ્યાએ લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે ત્યારે સાતમ-આઠમના તહેવારમાં રેશનિંગ ઉપર અપાતા તેલના ભાવમાં પણ ભાવવધારાની અસર દેખાઈ છે. રાજ્ય સરકાર નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના લાભાર્થી ૭૧ લાખ પરિવારોને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે પરિવાર દિઠ એક લીટર કપાસિયા તેલના પાઉચનું વિતરણ થનાર છે. ગયા વર્ષે સરકારે ૫૧ રૂપિયે લીટર આપવામાં આવેલ તેલ આ વખતે રૂપિયા ૯૩ના લીટર મુજબ આપવામાં આવશે.

નાગરિક પુરવઠા વિભાગના નાયબ સચિવ નયના પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં જણાવાયા મુજબ સરકારનો ખરીદ ભાવ રૂ. ૧૪૭.૫૭ અને પડતર ભાવ રૂ. ૧૬૨.૭૨ છે. વિતરણ ભાવ પ્રતિ લીટરના રૂ. ૯૩ રહેશે. લાભાર્થીને લીટર દિઠ રૂ. ૭૦ સબસીડી મળશે. કુલ ૭૧ લાખ પરિવારોને બજાર ભાવ કરતા અને સરકારના પડતર ભાવ કરતા ઓછા ભાવે રૂ. ૯૩ લેખે કપાસિયા તેલના પાઉચ વિતરણ કરવામાં સરકારે સબસીડી પેટે કુલ રૂ. ૪૯.૭૦ કરોડ ખર્ચવા પડશે. જેથી મોંઘવારીનો ખુદ સરકારને પણ અનુભવ થયો છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text