“માં” કાર્ડ કાઢવામાં છલકછલાણું : ગરીબ દર્દીઓ પરેશાન

- text


હળવદમાં અધિકારીઓ “માં” કાર્ડ કઢાવવા મોરબી સિવિલના સરનામા આપતા વિપક્ષી નેતા લાલઘૂમ : ઉચ્ચ કક્ષાએ રજૂઆત

હળવદ : ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન “મા” કાર્ડ કાઢવાની કામગીરી મોરબી જિલ્લામાં પાંછલા બે મહિનાથી ઠપ્પ થઈ જવા પામી છે અને હળવદના અધિકારીઓ માં કાર્ડ માટે આવતા જરૂરિયાતમંદ લોકોને મોરબી સિવિલમાં જવા રોકડા જવાબ આપતા હોવાથી ગરીબ દર્દીઓ હેરાન પરેશાન થઇ ગયા છે. ત્યારે આ કામગીરી વહેલી તકે ચાલુ કરવામાં આવે તે માટે થઈ હળવદ તાલુકા પંચાયતના વિપક્ષના નેતા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

હળવદમાં “માં” કાર્ડ કાઢવાની કામગીરી બંધ રહેતા અને અધિકારીઓ દ્વારા માં કાર્ડ કઢાવવા માટે દર્દીઓને મોરબી સિવિલના સરનામા આપતા હોવાની રાવને પગલે હળવદ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા મહિપાલસિંહ ઝાલા લાલઘૂમ થયા છે. વિપક્ષના નેતા દ્વારા હળવદ તાલુકાના દર્દીઓ હેરાન પરેશાન ન થાય અને તાલુકા મથકેથી જ “માં” કાર્ડ મળી રહે તે માટે થઈ મોરબી જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે હળવદમાં “મા” કાર્ડ કાઢવાની કામગીરી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- text

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text