વાંકાનેરમાં આગામી તા. 31 જુલાઈએ એપ્રેન્‍ટીસ ભરતી મેળો

- text


૧૫થી વધુ કંપનીઓમાં એપ્રેન્‍ટીસોની ભરતી કરાશે

વાંકાનેર : ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની આઈ.ટી.આઈ મોરબીના આચાર્ય અને એક્સ.ઓફીસીઓની યાદી મુજબ મોરબી જિલ્લા કક્ષાનો તા.૩૧/૦૭/૨૦૨૧ ના શનિવાર ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યે વાંકાનેર આઈ. ટી. આઈ ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરેલ છે.

આ ભરતી મેળામાં મોરબી જિલ્લાની અલગ અલગ ૧૫ થી વધારે કંપનીઓ ભાગ લેશે. તેમજ આ ભરતી મેળામાં અંદાજે ૯૦ થી વધારે એપ્રેન્ટીસોની ભરતી કરવામાં આવશે. ભરતી મેળામાં ગ્રેજયુએટ/ડિગ્રી/ડિપ્લોમા/ આઈ.ટી.આઈ/ PMKVY શોર્ટ ટર્મ કોર્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જોડાઈ શકશે. ઉમેદવારે ભરતી મેળા માટે જરૂરી ડોકયુમેન્ટ (૧) આધાર કાર્ડ (૨) ગ્રેજયુએટ/ ડિગ્રી /ડિપ્લોમા /આઈ.ટી.આઈ/PMKVY શોર્ટ ટર્મ કોર્ષ ( શૈક્ષણિક લાયકાત મુજબ ) ની માર્કશીટ (૩) શાળા છોડયા નું પ્રમાણ પત્ર વગેરે સાથે લાવવાના રહેશે. એપ્રેન્ટીસોને નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત અનુસાર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. તેમજ વધુ માહિતી માટે જી.આર અજોલા ( AAA) -7490013873, એચ.આર.બોપલીયા ( AAA) – 7016639451 નો સંપર્ક કરવા જણાવેલ છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text