મિતાણા નજીકના ડેમી-1 જળાશયમાં અધધધ 15 ફૂટ નવા નીર આવ્યા

- text


કોટડા નાયાણી સહિતના ઉપરવાસના ગામોમાં ધોધમાર વરસાદને પગલે 28000 ક્યુસેક પાણીની આવક

ટંકારા : ટંકારા પંથકમાં ગઈકાલે રાતથી મેઘરાજા સતત હેત વરસાવી રહ્યા છે ત્યારે વાંકાનેરના કોટડા નાયાણી ગામે અનરાધાર વરસાદ વરસતા નદી, નાળા, તળાવ છલકાઈ ગયા છે અને પ્રચંડ માત્રામાં પાણીનો આ પ્રવાહ મિતાણા નજીક આવેલ ડેમી-1 ડેમમાં ઠાલવાતા માત્ર ચાર કલાકમાં જ ડેમ 50 ટકાથી વધુ ભરાઈ ગયો છે અને હાલમાં જલસપાટી 15 ફૂટે પહોંચી ગઈ છે.

ઓણસાલ ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવ્યા બાદ મેઘરાજા રિસાયા હોય તેવી સ્થિતિમાં અડધો અષાઢ મહિનો કોરો જતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. તેવામાં ગતરાત્રિથી ટંકારા અને વાંકાનેર પંથકમાં મેઘરાજા મનમૂકીને વરસવાનું શરૂ કર્યું છે. જેમાં સાંજ બાદ વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે અનરાધાર વરસાદ વરસતા નદી, નાળા, તળાવો છલકી જતા આ તમામ પાણીનો જથ્થો હાલ મિતાણા નજીક આવેલ ડેમી-1માં ઠાલવાતા તળિયા ઝાટક બનેલો ડેમી એક ડેમ ચાર કલાકમાં 15 ફૂટની સપાટીએ પહોંચી ગયો છે.

સિંચાઈ વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં ડેમી-1 ડેમમાં 28000 ક્યુસેક પાણીની જંગી અકલ્પનિય આવક ચાલુ છે અને ભૂતકાળમાં પણ આ ડેમમાં આટલી વિપુલ જળરાશી આવી ન હોવાનું જણાવી રહ્યા છે. વરસાદ ખેંચાતા ડેમી-1માં માત્ર 9 ટકા પાણી જ બચ્યું હતું પરંતુ આજે મેઘકૃપા વરસતા માત્ર ચાર જ કલાકમાં ડેમમાં 41 ટકાથી વધુ જળરાશી આવતા હાલ ડેમ 50 ટકાથી વધુ ભરાઈ ગયો છે.

કુલ 23 ફૂટની જળસપાટી ધરાવતા ડેમી -1 ડેમમાં આ લખાય છે ત્યારે પણ મહાસાગરની જેમ જળપ્રવાહ આવી રહ્યો છે. જો આટલા જ પ્રમાણમાં નવા નિરની આવક ચાલુ રહેશે તો સવાર સુધીમાં ડેમ છલોછલ બની જવાની શક્યતા પણ જોવાઇ રહી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text