મોરબી જિલ્લામાં ધંધાર્થીઓ માટે મેગા રસીકરણ કેમ્પમાં 5,712 લોકોનું રસીકરણ

- text


વેપારીઓમાં વેકસીનેશન કરાવવા માટે અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો

મોરબી : સરકારે વેપારીઓ સહિત તમામ ધંધાર્થીઓ માટે વેકસીનેશન ફરજિયાત કરાવવાના આદેશો આપતા આજે મોરબી જિલ્લામાં તંત્ર દ્વારા ધંધાર્થીઓ માટે ખાસ 17 જગ્યાએ મેગા રસીકરણ કેમ્પ યોજાયા હતા. વેપારીઓમાં વેકસીનેશન કરાવવા માટે અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મેગા રસીકરણ કેમ્પમાં 5712 લોકોનું રસીકરણ થયું હતું.

મોરબી જિલ્લામાં તમામ વેપારીઓ સહિતના ધંધાર્થીઓ માટે આજે તંત્ર દ્વારા 17 સ્થળો ઉપર મેગા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી મોરબીમાં જ અલગ અલગ 10 જગ્યાએ મેગા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ એકમાત્ર મોરબી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાયેલા રસીકરણ કેમ્પમાં 2 હજાર જેટલા ડોઝ ફાળવવામાં આવ્યા હતા. જો કે જિલ્લાના દરેક સ્થળોએ વેકસીનનો કરવા માટે વેપારીઓ સહિતના લોકોની લાંબી લાઈનો લાગી હતી. ત્યારે આ મેગા રસીકરણ કેમ્પમાં 45 પલ્સમાં 1946 અને 18 પલ્સમાં 3598 તેમજ ખાનગીમાં 68 મળીને કુલ 5712 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા સતાવાર જાહેર કરાયું હતું.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text