વન્યપ્રાણી ‘ઘો’નો શિકાર કરતા ત્રણ ઝડપાયા

- text


મોરબી ફોરેસ્ટ વિભાગની કાર્યાવહી : ‘ઘો’નો શિકાર કરવાના ગુન્હામાં 7 વર્ષની કેદની જોગવાઈ : જાત જામીન નામંજુર કરતી નામદાર અદાલત

મોરબી : મોરબીના પાનેલી નજીક વન્ય ઘો એટલે કે આપણે જેને ચંદન ઘો તરીકે ઓળખીએ છીએ. તે પ્રાણીનો શિકાર કરવામાં આવતો હોવાની બાતમીને આધારે મોરબી ફોરેસ્ટ વિભાગે ત્રણ શિકારીઓને ઝડપી લઈ કોર્ટ હવાલે કરતા નામદાર કોર્ટે આરોપીઓના જામીન પણ નામંજુર કર્યા છે.

મોરબી નોર્મલ ફોરેસ્ટ રેન્જ હેઠળના મોરબી રાઉન્ડની પાનેલી બીટમાં ગત તારીખ 13ના રિજ આરોપી દિલા કાજુ, ભાનું કાજુ અને રામજી જેસિંગ નામના શખ્સ પાનેલી ગામના પાવર હાઉસ પાસેથી ‘ઘો’ ને શિકાર અર્થે પકડીને જઈ રહયા હતા ત્યારે વન વિભાગને બાતમી મળતા ડીસીએફ અમીનના માર્ગદર્શન હેઠળ છટકું ગોઠવી ત્રણ ઈસમોને રંગે હાથે પકડી લેવાયા હતા.

વન્યપ્રાણી ઘોના શિકારમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વનવિભાગ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 2(16), 2 (17) ,2(36), 9, 39, 50, 51, 52 મુજબ ગુનો નોંધી આરોપીઓને કોર્ટ હવાલે કર્યા હતા. આ પ્રકારના ગુન્હામાં સજાની જોગવાઈ 7 વર્ષ સુધી કેદની હોવાથી કોર્ટે ગંભીરતાથી લઈ આરોપીઓના જાત જામીન અરજી પણ ના મંજુર કરી રીમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.

- text

આ કામગીરીમા રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી. આર. મકવાણા, ફોરેસ્ટર જે. એન. વાળા. તથા કે. આર. ગોહિલે મહત્વની ભૂમિકા ભજવી હતી.અને હાલ જેની વધુ તપાસ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી. આર. મક્વાણા ચલાવી રહ્યા છે.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text