યસ સર! મોરબી જિલ્લામાં ધોરણ 12ના વર્ગો આજથી ફરી શરૂ

- text


કોરોના મહામારીની બીજી લહેર બાદ લાંબા સમયે શહેર અને જિલ્લાની 150થી વધુ શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો ધમધમાટ
શરદી, ઉધરસ, તાવ હોય તો શાળાએ નહિ આવવા વિદ્યાર્થીઓને સંદેશ : વાલીઓની સંમતિ ફરજીયાત

મોરબી : કોરોના મહામારીની બીજી ઘાતક લહેરની વિદાય બાદ લાંબા શૈક્ષણિક અંતરાલ વચ્ચે આજથી રાજ્યભરમાં ધોરણ -12ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્યનો પુનઃ પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા સરકારની એસ.ઓ.પી.ના ચુસ્ત પાલન સાથે શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. એસ.ઓ.પી. મુજબ વાલીઓના સંમતિ પત્રક વગર કોઈપણ વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં પ્રવેશ નહીં આપવામાં આવે તેવું શાળા સંચાલકોએ અગાઉથી જ જાહેર કર્યું છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના હળવો બનતા પ્રથમ તબક્કે ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે 50 ટકા કેપેસીટી સાથે શરુ કરવા મંજૂરી આપતા આજે 15 જુલાઈથી મોરબી જિલ્લામાં સરકારી,અનુદાનિત અને ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થયું છે. મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ધોરણ -12માં સામાન્ય પ્રવાહમાં કુલ 112 શાળાઓમાં કુલ 7102 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 44 શાળાઓમાં 1626 મળી ધો-12માં કુલ 8728 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે. અને તમામ શાળાઓને સરકારની એસઓપીનું ચુસ્તપણે પાલન કરાવવાની સાથે પ્રત્યક્ષ શિક્ષણ મરજિયાત હોવાની સાથે શાળાએ આવનાર વિદ્યાર્થીઓ માટે વાલીઓનું સંમતિપત્રક આવશ્યક હોવાનું જણાવ્યું હતું.

- text

દરમિયાન મોરબી સ્વ-નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજાએ જણાવ્યું હતું કે, તા.15 જુલાઈથી શૈક્ષણિક કાર્યનો પુનઃ પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અગાઉ કોરોના એસઓપી મુજબ શાળાઓ શરૂ કરી હોય, જુના અનુભવને ધ્યાને લેતા નવા નિયમોથી કોઈ મુશ્કેલી નથી. મોરબી શહેર-જિલ્લામાં સામાન્ય પ્રવાહની 112 અને વિજ્ઞાન પ્રવાહની 42 શાળાઓ આવેલી છે, જે તમામ શાળાઓમાં સૅનેટાઇઝેશન, બેઠક વ્યવસ્થા સહિતની તમામ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાની સાથે છેલ્લા બે દિવસથી તમામ ખાનગી શાળાઓમાં સેઇટેઇઝેશનની કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું તેમને ઉમેર્યું હતું.

મોરબી નવયુગ શાળા સંકુલના સંચાલક બળદેવભાઈ સરસાવાડિયાએ જણાવ્યું હતું કે, સરકારની સૂચના મુજબ આજથી ધો-12ના વર્ગો પચાસ ટકા બેઠક વ્યવસ્થા સાથે શરૂ કરી રહ્યા છીએ ત્યારે તમામ વિદ્યાર્થીઓને સંદેશ પાઠવી વાલીની સંમતિ સાથે આવવા અને જો કોઈ શરદી, ઉધરસ કે તાવ જેવી બીમારી હોય તો, વિદ્યાર્થીઓને શાળાએ નહીં આવવા જણાવી શાળાએ આવતા તમામ વિદ્યાર્થી માટે માસ્ક ફરજીયાત રાખવાની સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યુ હોવાનું તેમને ઉમેર્યું હતું.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text