પોલીસની રેઇડ દરમિયાન રૂ. 4.12 લાખના બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ કરતો એક ઝડપાયો

- text


મોરબી એલ.સી.બી. દ્વારા કાર્યવાહી, આઠ શખ્સો સામે ગુનો દાખલ

મોરબી : મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા રફાળીયા પાનેલી ગામના રસ્તે આરકોસ માઇક્રોન્સ કારખાનાના સામે ખુલ્લા પટ્ટમાંથી બોલેરો ગાડીમાં ટેન્કર ફિટ કરી બનાવેલ બાયોડીઝલનો મોબાઈલ પંપ સાથે જથ્થો 5500 લીટર (કિ.રૂ. 4,12,500) તથા વાહનો 7, ફયુલ પંપ 2, ઇલેકટ્રીક મોટર, આઈ-20 કાર 2 તથા મોબાઇલ ફોન નંગ 2 મળી કુલ એક કરોડથી વધુના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે.

મોરબી એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન તેમને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, યોગેશ લક્ષ્મણભાઇ બરાસરા (રહે. શનાળા રોડ, ભરતનગર) તથા રજનીકાંત ઉર્ફે મુન્નો કાલરીયા (રહે. મોરબી) બન્ને રફાળેશ્વરથી પાનેલી ગામ તરફ જતા રસ્તે આવેલ આરકોસ માઇક્રોન્સ કારખાના સામે ટેન્કરમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો જથ્થો રાખી ફયુલ પંપ મારફતે જુદા-જુદા નાના-મોટા માલવાહક વાહનોમાં બાયોડીઝલ ઇંધણ સ્વરૂપે ભરી આપે છે. અને હાલમાં તેની પ્રવૃતિ ચાલુ છે. જે હકીકત આધારે પોલીસે રેઇડ કરતા સફેદ પ્રવાહી બાયોડીઝલ આશરે 5500 લીટર (કિ.રૂ. 4,12,500) ઝડપાયું હતું.

દરોડા દરમિયાન પોલીસે બાયોડિઝલ, ટેન્કર 1, ટ્રેઇલર 5, મહીન્દ્રા બોલેરો પીકઅપ, ફયુલ પંપ 2, ઇલેકટ્રીક મોટર, I20 કાર 2 તથા મોબાઇલ ફોન 2 મળી કુલ કી.રૂ. 1,01,26,000 નો મુદામાલ મળી આવતા આઇ.પી.સી. કલમો મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

આ કેસમાં પોલીસે આરોપી સતનામસીંગ અજીતસીંગ વિર્ક (રહે. નાતીલેરા, તા.પોવાયા, જી.શાહજહપુર (યુ.પી.))ની અટકાયત કરી છે. તેમજ આરોપીઓ યોગેશ લક્ષ્મણભાઇ બરાસરા, રજનીકાંત ઉર્ફે મુન્નો કાલરીયા, મહીંન્દ્રા બોલેરો ગાડી નંબર GJ-03-1-6589ના ચાલક, ટાટા કંપનીનું ટ્રેઇલર નંબર RJ-14-GJ-0173ના ચાલક, ટાટા કંપનીનું ટ્રેઇલર નંબર RJ-52-GA-7851ના ચાલક, ટાટા કંપનીનું ટ્રેઇલર નંબર RJ-14-GD-5751ના ચાલક, અશોક લેલન ટ્રેઇલર નંબર RJ-52-GA-1603ના ચાલક તથા ટાટા કંપનીનું ટ્રેઇલર નંબર RJ-14-GF-0770ના ચાલકને પકડવા તપાસ હાથ ધરી છે.

આમ, મોરબી એલ.સી.બી.ને ચોરી છુપી વાહનમાં ટાંકો તથા ફયુલ પંપ ફીટ કરી જુદા જુદા વહનોમાં ગે.કા. રીતે બાયોડીઝલ ભરી તેનું વેચાણ કરતા વાહનો તથા બાયોડીઝલનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text