સી -લીન્ક બને તો નવલખીથી કંડલાનું અંતર ઘટીને 56 કિલોમીટર

- text


મોરબીના સામાજિક કાર્યકરે વડાપ્રધાન મોદીને સી-લીન્ક પ્રોજેકટ સાકાર કરવા પાઠવ્યો પત્ર

મોરબી : મોરબીના સિરામિક, ઘડિયાળ સહિતના ઉદ્યોગોને ધ્યાને લઇ નવલખી બંદરથી કંડલા બંદર વચ્ચે દરિયાઈ રસ્તો એટલે કે ફોર લેન સી- લીન્ક નિર્માણ કરવામાં આવે તો બન્ને બંદર વચ્ચેનું અંતર ઘટીને માત્ર 56 કિલોમીટર જ થઈ જતું હોય ઉજ્જવળ ભવિષ્ય માટે સી-લીન્ક નિર્માણ કરવા મોરબીના સામાજિક કાર્યકરે વડાપ્રધાન મોદીને પત્ર પાઠવ્યો છે.

મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, નવલખી બંદરથી કંડલા બંદર સુધી ખુબ જ ટ્રાન્સપોર્ટેશનને લીધે ટ્રાફીક રહે છે. જેથી, સુરજબારી પુલ ઉપર અવાર નવાર ટ્રાફીક જામ થવાની સાથે અકસ્માતો થાય છે.

વધુમાં કંડલા અને નવલખી બન્ને બંદરનાં વિકાસ માટે તેમજ મોરબીનાં સીરામીક, સેનીટેશન, ઘડીયાળ, નળીયા વગેરે ઉદ્યોગો દ્વારા આયાત-નિકાસ ખુબ જ બહોળા પ્રમાણમાં થાય છે. જેથી સી-લીન્ક નવો રોડ બનવાથી મોરબી- નવલખી-કંડલાનાં ભવિષ્ય માટે ખુબ જ ડેવલપમેન્ટ થઈ શકે તેમ છે. જેથી વિકાસલક્ષી બાબતે રજુઆત કરેલ છે.

ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે કચ્છ અને મોરબી વચ્ચે સમ્મીલીત વિકાસની નવી ક્ષીતીજો સર કરવા માટે સી- લીન્ક રોડ ફોરલેન મંજુર કરવા રજુઆત કરવામાં આવી છે.પત્રમાં સી – લીન્ક રોડની રજુઆત અંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા સમક્ષ કરી હોવાનું યાદ અપાવવામાં આવ્યું છે.

- text

નોંધનીય છે કે, નવલખીથી કંડલાનું દરીયાઈ માર્ગે માત્ર ૫૬ કિ.મી. નું અંતર થતું હોય સી-લીન્ક રોડનું નિર્માણ વહેલી તકે કરવામાં આવે તો ગુજરાતનો વિકાસ વેગવંતો બને તેમ હોવાનું રજૂઆતના અંતે જણાવાયું છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text